DRDO તેમજ ફ્રાન્સના નેવલ ગ્રુપ દ્વારા કલવરી કલાસ સબમરીન માટે કરાર કરવામાં આવ્યા

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન તેમજ ફ્રાન્સના નેવલ ગ્રુપ દ્વારા કલવરી કલાસ સબમરીનમાં સ્વદેશી સિસ્ટમોને સુરક્ષિત કરી એકીકૃત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

  • સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(DRDO) તેમજ ફ્રાન્સના નેવલ ગ્રુપ દ્વારા કલવરી સબમરીનમાં સ્વદેશી સિસ્ટમોને સુરક્ષિત રીતે એકીકૃત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતિ કલવરી સબમરીનની ક્ષમતામાં સુધારો કરશે.
  • આ સમજૂતિ અનુસાર, કલવરી સબમરીન ટૂંક સમયમાં નેવલ મટીરીયલ્સ રિસર્ચ લેબોરેટરીની ઇંધણ સેલ આધારિત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમથી સજજ થશે, જે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે.

એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ

  • એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ડીઝલ-ઇલેક્ટ્રીક સબમરીનની ઘાતકતા પર બળ ગુણક અસર ધરાવે છે કારણ કે તે તેની ક્ષમતામાં સુધારો કરે છે.
  • એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ અન્ય ટેક્નલોજીની સરખામણીએ વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.

સ્કોર્પિયન ક્લાસ સબમરીનનો ઇતિહાસઃ પ્રોજેક્ટ – 75

  • પ્રોજેક્ટ – 75 એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી યોજના છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઇના મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે છ સ્કોર્પિયન ક્લાસ એટેક સબમરીન બનાવવાની કલ્પના કરવામાં આવી હતી.
  • ઓક્ટોબર 2005 માં હસ્તાક્ષર કરવામાં આવેલા 3.75 બિલિયન ડોલરના કરાર મુજબ, ફ્રાન્સના નેવલ ગ્રુપ પાસેથી ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે મઝગાવ ડોક લિમિટેડ ખાતે આ છ સબમરીનનું નિર્માણ પ્રોજેક્ટ- 75 અંતર્ગત કરવામાં આવી રહ્યું છે.
  • સ્કોર્પિયન ક્લાસની પ્રથમ સબમરીન ‘INS કલવરી’ ડિસેમ્બર 2017માં કાર્યરત કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2019માં બીજી સબમરીન INS ખંડેરી, માર્ચ 2021માં ત્રીજી સબમરીન INS કરંજ અને નવેમ્બર 2021માં ચોથી સબમરીન INS વેલા કાર્યરત કરવામાં આવી હતી.
  • 23 જાન્યુઆરી 2023ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા પાંચમી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS વાગીરને કાર્યરત કરવામાં આવી હતી.
  • પ્રોજેક્ટ – 75 અંતર્ગતની છેલ્લી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગશીર એપ્રિલ 2022માં સમુદ્રમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેને વર્ષ 2023 ના અંત સુધીમાં ભારતીય નૌકાદળને પહોંચાડવામાં આવશે.

Leave a Comment

Share this post