ડ્વાર્ફ બોઆ : એમેઝોનના જંગલોમાંથી મળી આવેલ સાપની નવી પ્રજાતિ

ડ્વાર્ફ બોઆ : એમેઝોનના જંગલોમાંથી મળી આવેલ સાપની નવી પ્રજાતિ

  • યુરોપિયન જર્નલ ઑફ ટેક્સોનોમી જર્નલમાં પ્રકાશિત થયેલા પેપરમાં જણાવાયું છે કે એમેઝોનના બેસિનમાં ડ્વાર્ફ બોઆ(સાપ)ની નવી પ્રજાતિ મળી આવી છે.
  • ટ્રોપિડોફિડે જાતિનો આ સાપ ઉત્તરપૂર્વ ઇક્વાડોરના વાદળ જંગલમાં જોવા મળ્યો હતો અને તે 20 સેન્ટિમીટર સુધી લાંબો હતો. ટ્રોપિડોફિસ કાકુઆન્ગોઆને તેના બાહ્ય લક્ષણો અને હાડકાના બંધારણના આધારે સમાન જાતિના અન્ય સરિસૃપમાંથી અલગ ઓળખી શકાય છે.
  • તેનો રંગ મુખ્યત્વે આછો ભુરો છે જેમાં ઘાટા કથ્થઈ અથવા કાળા ધબ્બા છે.
  • આ પ્રજાતિ એમેઝોન ઉષ્ણકટિબંધીય જંગલો અને નીચલા સદાબહાર પર્વતીય જંગલોમાં વસે છે.
  • આ પ્રજાતિ એક્વાડોરિયનની સ્થાનિક પ્રજાતિ હોવાનું અનુમાન છે.
  • સાપનું નામ ડોલોરેસ કાકુઆન્ગોનું સન્માન કરે છે, જે એક્વાડોરમાં સ્વદેશી અને ખેડૂતોના અધિકારો માટેની લડતમાં 20મી સદીની શરૂઆતના અગ્રણી હતા.

1 thought on “ડ્વાર્ફ બોઆ : એમેઝોનના જંગલોમાંથી મળી આવેલ સાપની નવી પ્રજાતિ”

Leave a Comment

Share this post