ગુજરાતનું ઇ-સરકાર : સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

ગુજરાતનું ઇ-સરકાર : સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

  • ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી છે. વહીવટની તમામ દૈનિક કામગીરીને સ્વચાલિત કરવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેના લીધે શરૂઆતથી અંત સુધી, પેપરલેસ પ્રણાલી સુનિશ્વિત કરી શકાય.

ઈ-સરકારના ઉદ્દેશ્યો

  • ઇ-સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કામના પ્રવાહને અનુકૂળ કરીને રાજ્ય સરકારના વિભાગોની કાર્યક્ષમતા વધારવાનો છે. કચેરીમાં આવતી ફાઇલો, ટપાલો તેમજ નાગરિકોની ફરિયાદોના ટ્રેકિંગ અને મોનિટરિંગ માટે એક મિકેનિઝમ તરીકે પણ તે કાર્ય કરે છે.
  • ઇ-સરકારની મદદથી રિસોર્સ મેનેજમેન્ટ સક્ષમ બને છે, જેના લીધે વહીવટમાં વધુ ગુણવત્તા અને પારદર્શિતા જળવાય છે. તે સરકારના પ્રતિભાવોની કાર્યક્ષમતા, એકરૂપતા અને અસરકારકતામાં વધારો કરે છે. સિટીઝન ચાર્ટરમાં દર્શાવેલ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેના ટર્નઅરાઉન્ડ ટાઇમને ઘટાડવામાં પણ તે મદદરૂપ બને છે.

ઇ-સરકારની મુખ્ય વિશેષતાઓ અને લાભો

  • ઇ-સરકારની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં વૉઇસ-ટુ-ટેક્સ્ટ કાર્યક્ષમતા, વિન્ડોઝ, એન્ડ્રોઇડ, iOS સહિતના સમગ્ર પ્લેટફોર્મ પર QR-કોડ દ્વારા ટ્રેકિંગ અને વેરિફિકેશન, વપરાશકર્તાઓને મદદ કરવા માટે ચેટ બૉટ સહાય, સરળ ફાઇલો અને ટપાલોની ટ્રેકિંગનો સમાવેશ થાય છે.
  • ઇ-સરકારની મદદથી તમામ ફાઈલના સ્ટેટસનું રિઅલ-ટાઇમ ટ્રેકિંગ થઇ શકે છે અને સૌ કોઈ તે માહિતી મેળવી શકે છે.

Leave a Comment

Share this post