e-HRMS 2.0 Portal લોન્ચ

e-HRMS 2.0 Portal લોન્ચ

  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા ગુડ ગવર્નન્સ વીક (19-25 ડિસેમ્બર 2022)ની ઉજવણીના અવસર પર તાજેતરમાં સુધારેલ અર્થાત ‘રિવેમ્પ્ડ ઇલેક્ટ્રોનિક-હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ0 (e-HRMS 2.0)’ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
  • અગાઉનું સંસ્કરણ HR એપ્લિકેશનો સાથે જોડાયેલું ન હતું. પરિણામે, કર્મચારીઓ ડિજિટલ સર્વિસ ડિલિવરી તથા HR એપ્લિકેશન્સ અને સરકારની પહેલોનો સંપૂર્ણ લાભ મેળવવામાં અસમર્થ હતા.
  • નોંધીએ કે ડિસેમ્બર, 2017ના ગુડ ગવર્નન્સ ડે (25 ડિસેમ્બર)ના અવસર પર તેનું પ્રથમ સંસ્કરણ એટલે કે ઇલેક્ટ્રોનિક-હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (e-HRMS) શરૂ કરવામાં આવ્યું હતું.

 e-HRMS 2.0 Portal વિશે

  • ઇલેક્ટ્રોનિક-હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એ માનવ સંસાધન (HR) સોફ્ટવેરનું એક સ્વરૂપ છે જે માનવ સંસાધનોના સરળ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે બહુવિધ સિસ્ટમો અને પ્રક્રિયાઓને જોડે છે.
  • માનવ સંસાધન સૉફ્ટવેરનો ઉપયોગ વ્યવસાયો દ્વારા ઘણા આવશ્યક માનવ સંસાધન કાર્યોને સંયોજિત કરવા માટે કરવામાં આવે છે, જેમ કે કર્મચારીઓનો ડેટા સંગ્રહિત કરવા, પગારપત્રકનું સંચાલન, ભરતી, લાભો વહીવટ, સમય અને હાજરી, કર્મચારીઓની કામગીરીનું સંચાલન અને ટ્રેકિંગ લાયકાત અને તાલીમ રેકોર્ડ વગેરે.
  • તે સરકારના લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન(Minimum Government Maximum Governance)ના લક્ષ્યને અનુરૂપ છે, જે કર્મચારીઓને એક જ પ્લેટફોર્મ પર ડિજિટલ મોડમાં ટ્રાન્સફર (રોટેશન/મ્યુચ્યુઅલ), ડેપ્યુટેશન સબંધિત તકો, ઇન્ટિગ્રેટેડ ગવર્ન્મેન્ટ ઓનલાઇન ટ્રેનિંગ, સર્વિસ બુક, રજા, પ્રવાસ, વળતર, રજા, પગાર, GPF, વગેરેના સંદર્ભમાં તેમની તમામ વિગતો જોવા અને વિવિધ પ્રકારના દાવા અને ભરપાઈ, લોન અને એડવાન્સ, રજા, રજા રોકડ, એલટીસી એડવાન્સ, પ્રવાસ વગેરે માટે અરજી કરવા સક્ષમ બનાવશે.

Leave a Comment

Share this post