તુર્કીયે, લેબેનોન, ઇઝરાયલમાં વિનાશક ભૂકંપ

તુર્કીયેમાં આજે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનો ઝટકો રાજધાની અંકારા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં અનુભવ થયો. આ સિવાય સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવ્યા.
 • તુર્કીયેના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઇરદુગાને ટ્વીટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 ઝટકા લાગ્યા. ઇરદુગાને લોકોને અપીલ કરી કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં.
 • યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમાણે પહેલાં ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના ગાઝિયાટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો. તેની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજા ભૂકંપ પછી 19 મિનિટ પછી 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો.
 • અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

 • દુનિયામાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ માહિતી કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે, જેમાંથી 100 ભૂકંપ એવા છે, જે વધુ નુકસાન પહોંચાડે છે. ભૂકંપ થોડી સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસનો સૌથી લાંબો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.

ભૂકંપ શું છે ? : 

 • ભૂકંપ એટલે પૃથ્વીનાં પડોમાં અમુક ક્ષણો માટે એકાએક કંપન થવાની ઘટના.
 • શાંત સરોવરજળમાં ફેંકાયેલા ઉપલ(કાંકરા)ને કારણે જે રીતે જળસપાટી પર બધી દિશામાં ગોળાકાર તરંગો એક પછી એક પસાર થતા રહે છે, તે જ રીતે પૃથ્વીના પોપડાના અંદરના ભાગમાં સંચિત થયેલાં પ્રતિબળોની સંચલનજન્ય વિક્ષેપ-અસરને કારણે ઉદભવતાં આંદોલનો કંપન-તરંગો પેદા કરે છે. આ કંપન-તરંગોની પસાર થવાની પ્રક્રિયા એટલે જ ભૂકંપ.
 • (1) ભૂકંપકેન્દ્ર (focus) : પૃથ્વીના પેટાળની  અંદર ઊંડાઈના જે બિંદુએથી ભૂકંપ ઉદભવે તે બિંદુને ભૂકંપકેન્દ્ર કહે છે.
 • (2) ભૂકંપનિર્ગમનકેન્દ્ર (epicentre) : ભૂકંપકેન્દ્રથી ઉપર તરફ ભૂપૃષ્ઠ પરના લંબસ્થાને જે બિંદુ આવે તેને ભૂકંપનિર્ગમનકેન્દ્ર કહે છે. ભૂકંપનિર્ગમન-કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર વધુમાં વધુ વિનાશક અસરવાળો બની રહે છે.
 • વિક્ષેપનું ઉદભવકેન્દ્ર જ્યાં હોય ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે. તરંગોની આંદોલન-ગતિ ઓછીવત્તી હોઈ શકે છે. સૂક્ષ્મમાત્રાવાળા તરંગો અતિ સંવેદનશીલ સાધનો દ્વારા જ ઝીલી શકાય છે.
 • પ્રતિદિન કદાચ હજારોની સંખ્યામાં ભૂકંપ થયા કરતા હશે ! પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ દિન સુધી આ ક્રિયા સતત ચાલતી રહી છે, તેમ છતાં કહી શકાય કે વાસ્તવિક અર્થમાં અનુભવાતા ભૂકંપ બે કે ત્રણ વર્ષે એક વાર થતા હોય છે. ભૂકંપ ભૂમિ પર કે સમુદ્રતળ પર ગમે ત્યાં થઈ શકે છે, એટલે ભૂકંપનું સ્થાન જો વસ્તીવાળા ભૂમિપ્રદેશ પર હોય તો ભયંકર વિનાશ સર્જાય છે.

ભૂંકપ સંવેદનશીલ વિસ્તારો :

 • પૃથ્વીના પટ પરના વધારે ભૂકંપ સંવેદનશીલ એવા વિસ્તારોને ભૂકંપપટ્ટા કહે છે.
 • મુખ્તે ભૂકંપ પટ્ટાઓ આ પ્રમાણે છે : યુ.એસ.નો સળંગ પશ્ચિમ કિનારો, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, જાપાન, ફિલિપાઇન્સ, અગ્નિએશિયા, ન્યૂઝીલૅન્ડ, ભારત, મધ્યપૂર્વના દેશો અને ભૂમધ્યસમુદ્રીય પ્રદેશો ભૂકંપને પાત્ર ગણાય છે.
 • મધ્ય આટલાન્ટિક ડુંગરધાર જેવી મહાસાગર-થાળાંની ફાટરેખીય દિશાઓમાં પણ સમુદ્રતલીય ભૂકંપ થતા રહે છે. વર્તમાન ભૂકંપપટ્ટાઓ નવા ગેડપર્વત વિસ્તારો સાથે ગાઢ રીતે સંકળાયેલા જોવા મળે છે અને આજની પ્રવર્તમાન ભૂકંપ-પ્રક્રિયા આલ્પાઇન-હિમાલયન ગિરિનિર્માણના છેલ્લા તબક્કાની અંતિમ અસરરૂપે થતી રહે છે.

તુર્કી (Turkey)નું નવું સત્તાવાર નામ : Türkiye

 • તુર્કીની સરકારની દેશનું નામ બદલવાની ઔપચારિક વિનંતિને સંયુક્ત રાષ્ટ્રની (UN)ની આંતર-સરકારી સંસ્થા સહમતિ આપવામાં આવી છે.
 • આમ, સંયુક્ત રાષ્ટ્રમાં તુર્કી (Turkey) હવે સત્તાવાર રીતે Türkiye તરીકે ઓળખાશે.
 • વર્ષ 2021 માં નામનું પુનઃબ્રાંડિંગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ નામ પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે ‘Türkiye’ નામ તુર્કી રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે અને વ્યક્ત કરે છે. સ્થાનિક લોકો દેશને Türkiye તરીકે જ ઓળખે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે, તેનું અંગ્રેજી સંસ્કરણ ‘Turkey’ અપનાવવામાં આવ્યું હતું.
 • તુર્કીની સરકાર દ્વારા નામ બદલવા પાછળનું બીજું કારણ આપતા જણાવવામાં આવ્યું હતું કે કેમ્બ્રિજ ડિક્શનરીમાં ‘Turkey’નો અર્થ ‘એક મૂર્ખ વ્યક્તિ’ તરીકે દર્શાવાયો છે.

કેટલાક દેશો કે જેમના દ્વારા દેશના નામ બદલવામાં આવ્યા હોય

 • ગ્રીસ સાથેના રાજકીય વિવાદને કારણે મેસેડોનિયાએ તેનું નામ બદલીને ઉત્તર મેસેડોનિયા રાખ્યું
 • ઈરાને 1935માં તેનું નામ પર્શિયાથી બદલીને ઈરાન રાખ્યું હતું
 • સિયામનું નામ બદલીને થાઈલેન્ડ કરાયું
 • ર્‍હોડેશિયા દ્વારા તેનું નામ બદલીને ઝિમ્બાબ્વે કરાયું.

Leave a Comment

Share this post