પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાને આઠ વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાને આઠ વર્ષ પૂર્ણ થયા છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતાથી આ ત્રણ યોજનાઓ શરૂ કરી હતી.
  • અસંગઠિત વર્ગના લોકોને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે સરકારે બે વીમા યોજનાઓ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી હતી. જ્યારે વૃદ્ધાવસ્થાની આવશ્યકતાઓને આવરી લેવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી.
  • પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વાર્ષિક 436 રૂપિયાના પ્રીમિયમ સામે કોઈપણ કારણોસર મૃત્યુના કિસ્સામાં બે લાખ રૂપિયાનું જીવન કવર આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક 20 રૂપિયાના પ્રીમિયમ સામે બે લાખ રૂપિયાનું આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા કવર પ્રદાન કરે છે.
  • અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષની વય પછી એક હજારથી પાંચ હજાર સુધીનું બાંયધરીકૃત લઘુત્તમ માસિક પેન્શન પ્રાપ્ત થાય છે.
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 16 કરોડથી વધુ લોકોએ અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 34 કરોડથી વધુ જ્યારે પાંચ કરોડથી વધુ લોકોએ અટલ પેન્શન યોજના માટે  નોધણી કરાવી છે.

Leave a Comment

Share this post