ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (e-SCR)

ભારતના મુખ્ય ન્યાયધિશ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં નોંધાયેલા ચુકાદાઓના ડિજિટલ સંસ્કરણ માટે ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ પ્રોજેક્ટની શરૂઆત

  • ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધિશ ડી.વાય.(ધનંજય યશવંત) ચંદ્રચુડ દ્વારા તાજેતરમાં વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને સર્વોચ્ચ ન્યાયાલયના લગભગ 34,000 ચુકાદાઓની મફત એક્સેસ પ્રદાન કરવા માટે ‘ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ’ (e – SCR ) પ્રોજેક્ટની શરૂઆત કરાવવામાં આવી હતી.
  • સત્તાવાર કાયદાના અહેવાલમાં અર્થાત્ સર્વોચ્ચ નયાયાલયના રેકોર્ડ્સમાં નોંધાયેલા હોય તેવા ચુકાદાઓનું ડિજિટલ સંસ્કરણ પ્રદાન કરવાની આ ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ પ્રોજક્ટનો ઉદ્દેશ છે.

ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ પ્રોજેક્ટ સંબંધિત મહત્ત્વની બાબતો

  • આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ સર્વોચ્ચ ન્યાયાલયની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના જજમેન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ હશે.
  • વર્તમાન સુધીમાં, 1 જાન્યુઆરી 2023 સુધીના ચુકાદાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
  • આ પ્રોજેક્ટ હેઠળ તમામ ચુકાદાઓ 24 કલાકની અંદર ઓનલાઇન મૂકવામાં આવશે.
  • ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત તટસ્થ હુકમપત્રો પણ રજૂ કરવામાં આવશે. તટસ્થ હુકમપત્રોની પ્રક્રિયા પર કામ કરવા માટે ત્રણ ન્યાયધીશો જેમ કે દિલ્હી હાઇકોર્ટના જજ રાજીવ શકધર, કેરળ હાઇકોર્ટના જજ રાજા વિજયરાઘવન અને કર્ણાટક હાઇકોર્ટના જજ સૂરજ ગોવિંદરાજની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે.
  • આ પ્રોજક્ટ ભારતીય ન્યાયતંત્રના ડિજિટાઇઝેશન અને ન્યાયના તમામ સહભાગીઓના લાભ માટે સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ તરફ એક પગલું છે.

Leave a Comment

Share this post