વર્ષ 2030 સુધીમાં 30% જમીન અને સમુદ્રની જાળવણી માટે સચિવાલયની સ્થાપના

વિશ્વ સંસાધન સંસ્થા અને વૈશ્વિક પર્યાવરણ સુવિધા દ્વારા આગામી વર્ષ 2030 સુધીમાં 30% જમીન અને સમુદ્રની જાળવણી માટે સચિવાલયની સ્થાપના

  • વિશ્વ સંસાધન સંસ્થા(World Resources Institute – WRI) અને વૈશ્વિક પર્યાવરણ સુવિધા(Global Environment Facility – GEF) દ્વારા સંયુક્ત રીતે આગામી વર્ષ 2030 સુધીમાં વિશ્વની 30% જમીન અને સમુદ્રની જાળવણી માટે સચિવાલયની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ પ્રકારનું ઉચ્ચસ્તરીય જોડાણ આગામી વર્ષ 2030 સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 30% જેટલી જમીન અને સમુદ્રનું રક્ષણ અને સંરક્ષણ કરવાના ઐતિહાસિક પ્રયાસનું નેતૃત્વ કરશે.
  • વર્તમાનમાં લગભગ 17% જમીન અને 8% થી થોડા વધારે જેટલા સામુદ્રિક વિસ્તારનું સંરક્ષણ તેમજ અન્ય અસરકારક વિસ્તાર આધારિત સંરક્ષણ પગલાં આ પહેલ દ્વારા આવરી લેવામાં આવ્યા છે.
  • ક્લાઇમેટ ચેન્જ પર યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન (UNFCCC)ના પક્ષકારોની કોન્ફરન્સમાં પણ આગામી વર્ષ 2030 સુધીમાં પૃથ્વી પરની 30% જમીન અને સમુદ્રના રક્ષણ અને સંરક્ષણ કરવા હેતુ ઔપચારિક કરાર કરવામાં આવ્યો હતો.
  • દેશની અમલીકરણ પહેલને ટેકો આપવા માટે નાણાકીય સંસાધનો અને તકનીકી સહાયનું મેપિંગ, મેચિંગ અને એકત્રીકરણ કરીને આ સચિવાલય રાષ્ટ્રીય અમલીકરણ માટે ક્ષમતા નિર્માણ અને જ્ઞાનની વહેંચણીને વધુ વધારશે.
  • જમીન અને સમુદ્રના સંરક્ષણ હેતુ ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા ધરાવતા ગઠબંધનના સભ્યોએ એક ઓપરેશનલ સાધન વિકસાવવા માટે સાથે મળીને કાર્ય કરવા સંમત થયા છે તેમજ તે વૈશ્વિક જૈવવિવિધતા ફ્રેમવર્કના આગામી વર્ષ 2030 માટેના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.

પ્રકૃતિ અને લોકો માટે ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા ગઠબંધન

  • પ્રકૃતિ અને લોકો માટે ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા (High Ambition Coalition for Nature and People) ગઠબંધન એ કોસ્ટા રિકા અને ફ્રાન્સ દ્વારા સંચાલિત 116 દેશોનું આંતર-સરકારી જૂથ છે, જેમાં યુનાઇટેડ કિંગડમ(UK) સહ-અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
  • આ ગઠબંધનની સત્તાવાર શરૂઆત વર્ષ 2021માં ફ્રાન્સના પેરિસમાં વન પ્લેનેટ સમિટ દરમિયાન કરવામાં આવી હતી.
  • આ ગઠબંધનની સ્થાપના થઇ ત્યારથી ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા ધરાવતા ગઠબંધનના સભ્ય દેશોએ વિવિધ સમુદ્રી પ્રજાતિઓના વધતા જતા નુકસાનને રોકવા માટે તેની રાજકીય મહત્વાકાંક્ષા વધારી છે તેમજ સાથે સાથે વિશ્વને આર્થિક સુરક્ષા પ્રદાન કરતી મુખ્ય ઇકોસિસ્ટમનું પણ રક્ષણ કર્યું છે.
  • પ્રકૃતિ અને લોકો માટેના આ ઉચ્ચ મહત્ત્વાકાંક્ષીય ગઠબંધન જે તે દેશના સ્વદેશી લોકો અને સ્થાનિક સમુદાયો ખાસ કરીને તેમના સંરક્ષણ નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે તેના સમર્થનને વિસ્તારવા માટે પણ સમર્પિત છે.

Leave a Comment

Share this post