ખેડૂત ઉત્પાદન સંગઠન

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ખેત પેદાશોને સીધા નિકાસકારો તરફ વળવા માટે 1000 ખેડૂત ઉત્પાદન સંગઠનો (FPOs)ને લક્ષ્યાંકિત કર્યા છે.

ખેડૂત ઉત્પાદન સંગઠન એટલે શું ?

 • નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે.
 • ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે જેને ખેડૂત ઉત્પાદન સંગઠન (Farmer Product Organization – FPO) કહે છે.
 • FPO ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે.
 • કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં રહેતા 10 થી વધારે ખેડૂતો અથવા 2 થી વધુ ખેડૂત સંસ્થાઓ ભેગા થઈને FPO બનાવી શકે છે. FPOના પ્રમોટર સ્વરૂપે કોઇ પણ બિન સરકારી સંસ્થા, બેંક અથવા સરકારી સંસ્થા પણ હોઈ શકે.
 • FPOનો ઉદ્દેશ્ય : FPOનું ધ્યેય ઊભરતાં બજારની તકો અને તેમની સ્પર્ધાત્મકતામાં ખેડૂતોનો લાભ વધારવાનો છે. FPOની પ્રાથમિક કામગીરીમાં બિયારણનો પુરવઠો, બજાર જોડાણ અને ખાતર, મશીનરી, તાલીમ, નાણાકીય, નેટવર્કિંગ અને તકનીકી સલાહનો સમાવેશ થાય છે.

FPOની ખાસિયત

 • ખેડૂતોની જેમ બીજા ઉત્પાદકો જેવાકે માછીમારો અને વણકરો પણ આવી સંસ્થા ઉભી કરી શકે છે અને સરકાર દ્વારા આપવામાં આવતી સગવડોનો લાભ મેળવી શકે છે.
 • એફ.પી.ઓ ના સભ્યો સંસ્થાના શેરહોલ્ડરો હોય છે. સંસ્થાના નફાનો અમુક ભાગ સભ્યોને વહેંચવામાં આવે છે અને બાકીનો ભાગ ખેત ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે.
 • એક સંગઠનમાં સતત ભૌગોલિક વિસ્તારમાં રહેતા 700 થી 1000 ખેડૂતો સભ્ય હોય છે, જેમાં 1 થી 3 ગ્રામ પંચાયતની 4000 હેકટર સુધી જમીન આવરી શકાય છે.
 • FPOતેમના ખેડૂત સભ્યો, મેનેજરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓને FPO ના વિકાસ માં અસરકારક રીતે યોગદાન આપવા માટે તાલીમ અને શિક્ષણ પ્રદાન કરે છે.
 • FPO દ્વારા વધુ સારી બ્રાન્ડીંગ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને નિકાસને પ્રોત્સાહિત કરવા માટે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ FPO ને પ્રોત્સાહન આપવામાં આવે છે.
 • મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં FPO રચના માટે પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓના દરેક બ્લોકમાં ઓછામાં ઓછો એક FPO હોય.

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)

 • APEDA વૈધાનિક સંસ્થા છે. જેની સ્થાપના સંસદે વર્ષ 1986માં APEDA અધિનિયમ-1985 અંતર્ગત કરી હતી.
 • મંત્રાલય : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (ભારત સરકાર)
 • મુખ્યાલય:- નવી દિલ્હી  (ઉપરાંત, 12 પ્રાદેશિક મુખ્યાલયો)
 • ગુજરાતમાં અમદાવાદ ખાતે મુખ્યાલય છે.

કાર્યો

 • નિકાસકર્તા કૃષિ પેદાશોના ઉત્પાદન માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું.
 • નિકાસકર્તા કૃષિ પેદાશોની ગુણવત્તાની ચકાસણી કરવી.
 • નિકાસ માટે અનુસૂચિત કૃષિ પેદાશો (Scheduled Product)ની યાદી તૈયાર કરવી.
 • વિદેશમાં અનુસૂચિત કૃષિ પેદાશો (Scheduled Product) નુ માર્કેટિંગ કરવું.

Leave a Comment

Share this post