FICCI – અર્ન્સ્ટ એન્ડ યંગે ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા – નેવિગેટિંગ થ્રુ નોન્સિસ’ નામના અહેવાલની રજૂઆત

FICCI – અર્ન્સ્ટ એન્ડ યંગે ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા – નેવિગેટિંગ થ્રુ નોન્સિસ’ નામના અહેવાલની રજૂઆત

  • ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા તાજેતરમાં ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા – નેવિગેટિંગ થ્રુ નોન્સિસ’ (Road Safety in India – Navigating through nuances) શીર્ષક ધરાવતા અહેવાલની રજૂઆત કરવામાં આવી હતી. આ અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો દર વર્ષે ભારતમાં લગભગ 1.5 મિલિયન લોકોના જીવ લે છે તેમજ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં વૈશ્વિક સ્તરે ભારતનો હિસ્સો 11% છે અને માર્ગ અકસ્માત મૃત્યુ અને ઇજાઓમાં ભારત વિશ્વમાં ટોચ પર છે.

રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા – નેવિગેટિંગ થ્રુ નોન્સિસ અહેવાલના મુખ્ય તારણો

  • આ અહેવાલ મુજબ દર 24 સેકન્ડમાં, વિશ્વભરમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ ટ્રાફિક અકસ્માતને કારણે જીવ ગુમાવે છે. આ અહેવાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તારણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તે મુજબ દર વર્ષે માર્ગ અકસ્માતો મૃત્યુનું 8મું મુખ્ય કારણ બને છે જેમાં 1.3 અબજથી વધુ મૃત્યુ અને 50 મિલિયનથી વધુ  ગંભીર શારીરિક ઈજાઓ થાય છે, ઉપરાંત માર્ગ અકસ્માત બાળકોથી લઈને યુવાનો (5 થી 29 વર્ષની વયના) માટે મૃત્યુનું મુખ્ય કારણ છે.
  • રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા – નેવિગેટિંગ થ્રુ નોન્સિસ અહેવાલ અંતર્ગત માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે નીચે મુજબના 5 સ્તંભોનો અભિગમ સૂચવવામાં આવ્યો છે :
  • માર્ગ સલામતી વ્યવસ્થાપન
  • સલામત વાહનો
  • સલામત માર્ગ વપરાશકર્તાઓ
  • અકસ્માત પછીનો પ્રતિભાવ
  • સલામત ડ્રાઇવિંગ પર્યાવરણ

બ્રાઝિલિયા ઘોષણા (Brasilia Declaration)

  • ભારતે વર્ષ 2015માં બ્રાઝિલિયા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે. બ્રાઝિલિયા ઘોષણામાં આગામી વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક માર્ગ ટ્રાફિક જાનહાનિ અને ઇજાઓને વર્તમાન સ્તરથી 50% જેટલી ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ લક્ષ્યાંક 2030 ટકાઉ વિકાસ લક્ષ્યાંક કાર્ય અંતર્ગત નક્કી કરવામાં આવ્યો છે. 18 અને 19 નવેમ્બર, 2015ના રોજ બ્રાઝિલમાં યોજાયેલી રોડ સેફ્ટી પરની બીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સમાં આ ઘોષણાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
  • બ્રાઝિલિયા ઘોષણા અંતર્ગત પગપાળા, બાઇક પાથ અને બાઇક લેન, પર્યાપ્ત લાઇટિંગ, કેમેરા સાથેના રડાર, સિગ્નલિંગ અને રોડ માર્કિંગ જેવા પદયાત્રીઓની સલામતી અને સાઇકલ ચલાવવાની ગતિને સુરક્ષિત તેમજ પ્રોત્સાહન આપતા નિયમો અને પગલાંની સ્થાપના અને અમલીકરણની ભલામણ કરવામાં આવી છે.
  • અર્ન્સ્ટ એન્ડ યંગ 1989મા સ્થપાયેલ, વ્યાવસાયિક સેવાઓની બહુરાષ્ટ્રીય કંપની છે. તે વિશ્વભરમાં ઓડિટ, કન્સલ્ટિંગ, ટેક્સ, બિઝનેસ રિસ્ક, ટેક્નોલોજી અને સિક્યુરિટી રિસ્ક સેવાઓ અને માનવ મૂડી સેવાઓ પ્રદાન કરે છે.

 

Leave a Comment

Share this post