ભારતમાં દેશી ગીર માદા વાછરડાંનું પ્રથમ ક્લોન : ગંગા

ભારતમાં દેશી ગીર માદા વાછરડાંનું પ્રથમ ક્લોન : ગંગા

  • નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(NDRI), કરનાલમાં ગીર જાતિના ક્લોન કરેલા વાછરડાનો જન્મ થયો હતો.તેનું નામ ગંગા રાખવામાં આવ્યું છે. જેનું વજન 32 કિલો હતું અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. તે દરરોજ 15 લિટરથી વધુ દૂધ આપી શકે છે.
  • સંસ્થાના વૈજ્ઞાનિકોએ દેશી ગીર ગાયની ઓલાદની પૂંછડીના સોમેટિક કોષમાંથી માદા ક્લોન કરેલ વાછરડાનું નિર્માણ કર્યું છે.
  • ગીર ગાય ગુજરાતમા મળી આવતી ગાયની એક જાત છે જે તેના નમ્ર સ્વભાવ અને ઉચ્ચ દૂધ ઉત્પાદનના ગુણો માટે લોકપ્રિય છે. ગીરની ગાય અતિશય ગરમી અને ભારે ઠંડી સહન કરી શકે છે. તેમનામાં રોગો સામે લડવાની ક્ષમતા પણ વધુ હોય છે.

Leave a Comment

Share this post