200 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર પહેલો ફૂટબોલર – ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

200 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર પહેલો ફૂટબોલર – ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

  • દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 200 મેચ રમનાર પહેલો ખેલાડી બની ગયો છે. પોર્ટુગલના કેપ્ટન અને સર્વકાલીન મહાન ફૂટબોલર રોનાલ્ડોએ આઇસલેન્ડ સામે મેચમાં તેણે મેચ પુરી થવા પહેલા 89મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી. આ સાથે જ રોનાલ્ડોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
  • રોનાલ્ડોના હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર 123 ગોલ છે. તારમાં 2022 વર્લ્ડ કપમાં, રોનાલ્ડો પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલ ખેલાડી બન્યો. સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચો બાબતે રોનાલ્ડો પછી કુવૈતનો બદર અલ મુતવા બીજા ક્રમે છે. તેણે 196 મેચ રમી છે. મેસ્સી 175 મેચો સાથે આ યાદીમાં 11માં સ્થાને છે જ્યારે ભારતના સુનીલ છેત્રી 137 મેચ રમી ચૂક્યો છે.

Leave a Comment

Share this post