BIMSTEC એનર્જી સેન્ટર (BEC)ના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠક

BIMSTEC એનર્જી સેન્ટર (BEC)ના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠક

  • હાલમાં જ ભારતમાં બેંગલુરુની શાંગી-લા હોટેલમાં BIMSTEC એનર્જી સેન્ટર (BEC) ના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું. તમામ BIMSTEC દેશો એટલે કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડે BIMSTEC સચિવાલયની સાથે આ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો છે. તેના તમામ સભ્ય દેશોએ લાંબા અંતર પછી આ બેઠક યોજવાની પ્રશંસા કરી હતી.
  • આ બેઠક દરમિયાન ભારતની “નેબરહુડ ફર્સ્ટ” અને “એક્ટ ઈસ્ટ” નીતિઓની રૂપરેખા આપવામાં આવી હતી.
  • BIMSTEC એનર્જી સેન્ટરના યજમાન તરીકે ભારતે તેના દેશમાં BIMSTEC એનર્જી સેન્ટર (BEC) ની સ્થાપના અંગે રજૂઆત કરી હતી. વધુમાં, સભ્ય દેશોને જાણ કરવામાં આવી હતી કે બેંગલુરુમાં સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI) ના પરિસરમાં BECની સ્થાપના કરવામાં આવશે. શ્રી ઘનશ્યામ પ્રસાદ, ચેરમેન, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ને BIMSTEC એનર્જી સેન્ટરના પ્રથમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • BIMSTEC ક્ષેત્રમાં વર્તમાન ઊર્જા પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને, બેઠકમાં BECની વિશેષ શાખાઓ હેઠળ વધારાના ક્ષેત્રો ઉમેરવાની ભલામણ કરવામાં આવી હતી. આ છે (1) સાયબર સુરક્ષા, (2) ગ્રીન હાઇડ્રોજન અને (3) ઊર્જા રૂપાંતરણ.

બીમસ્ટેક (BIMSTEC)

પૂર્ણ નામ બે ઓફ બંગાળ ઇનીસીએટીવ ફોર મલ્ટી-સેક્ટર ટેક્નીકલ એન્ડ ઇકોનોમીક કોઓપરેશન
કુલ સભ્ય દેશો 7
દક્ષિણ એશિયાના 5 દેશો:

South Asian Association for Regional Cooperation (SAARC)

બાંગ્લાદેશ,

ભારત, ,

શ્રીલંકા

ભુતાન

નેપાળ

દક્ષિણપૂર્વ એશિયા:

2 સભ્ય દેશો

ASEAN:- The Association of Southeast Asian Nations

મ્યાનમાર

થાઇલેન્ડ

ક્યારે અસ્તિત્વમાં આવ્યું 6 જૂન, 1997ના રોજ “બેંગકોક ઘોષણા પત્ર” દ્વારા
BIST-EC?

‘EC’ એટ્લે Economic Cooperation

પ્રારંભમાં, ચાર સભ્ય સાથે આર્થિક ઘટક રચના કરવામાં આવી હતી

1. બાંગ્લાદેશ,

2.ભારત,

3.શ્રીલંકા,

4. થાઈલેન્ડ,

‘BIMST-EC’ ક્યારે 22 ડિસેમ્બર 1997માં મ્યાનમાર જોડાયું

 

BIMSTEC ફેબ્રુઆરી 2004માં નેપાળ અને ભૂટાન સભ્ય બન્યા
સચિવાલય ઢાંકા , બાંગ્લાદેશ, (13 મી સપ્ટેમ્બર 2014 ,17 વર્ષ પછી કાયમી સચિવાલય )
BIMSTECનું નવું નામ 6 ઠ્ઠી:- મંત્રીમંડળની બેઠક , ફેબ્રુઆરી 2004, થાઇલેન્ડ

‘BIMST-EC’ (Bangladesh, India, Myanmar, Sri Lanka and Thailand Economic Cooperation) થી બદલીને ‘Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation’ (BIMSTEC). કરવામાં આવ્યું .

Leave a Comment

Share this post