ગુજરાતના સુરતમાં ‘ધ વર્લ્ડ’ નામનું પ્રથમ બહુહેતુક હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર

ગુજરાતના સુરતમાં ‘ધ વર્લ્ડ’ નામનું પ્રથમ બહુહેતુક હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર

  • 2013 અને 2019માં વસવાટ માટે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન મેળવનાર સુરત, ભારતના સ્માર્ટ શહેરોમાં ટોચનું શહેર છે, જે હવે ગુજરાતનું પ્રથમ ખાનગી માલિકીની જાહેર હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનું ઘર બનવા જઇ રહ્યું છે. આ નોંધપાત્ર કેન્દ્રનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના માનમાં 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ એક ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ સુરતનું પ્રથમ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર છે, જે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસન મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર વિકસાવવામાં આવ્યું છે. ‘ધ વર્લ્ડ’માં કુલ 288 ડીલક્સ અને એક્ઝિક્યુટિવ પ્રીમિયમ એપાર્ટમેન્ટ રૂમનો સમાવેશ થાય છે, દરેક આધુનિકતા અને સુવિધાઓથી સજ્જ છે.

Leave a Comment

Share this post