ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર : NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર

ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર: NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર

  • રાજ્યની 8 આરોગ્ય સંસ્થાઓ(પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો) ને તાજેતરમાં રાષ્ટ્રીય NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) દ્વારા ગુણવત્તા માટે પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવ્યું છે.
  • મહિસાગર જિલ્લાનું ધોકેલાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWCs) NQAS પ્રમાણિત સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર બન્યું છે.
  • આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સેવા સુવિધાઓ માટે આ પ્રમાણપત્ર મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.
  • બનાસકાંઠા જિલ્લાનું રતનપુર પી.એચ.સી., અમરેલી જિલ્લાનું તોરી પી.એચ.સી, વલસાડ જિલ્લાના વાંકલ, સરાઇ અને વાતર પી.એચ.સી.,ખેડા જિલ્લાનું  અલીના , તાપી જિલ્લાનું માયપુર અને અમદાવાદના  રૂડાતલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  NQASના ગુણવત્તા માટેના માપદંડોમાં 70 થી વધુનો સ્કોર પ્રાપ્ત થયો છે.
  • જેના માટે આ તમામ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
  • ભારત સરકારે માળખાકીય સેવાઓ માટે ગુણવત્તાના માપદંડો નક્કી કર્યા છે.
  • જેમાં દર્દી વિષયક સુવિધાઓ, માળખાકીય સેવાઓ અને સારવાર પદ્ધતિ માટે માપદંડો નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય ટીમ વિવિધ સંસ્થાઓની મુલાકાત લઇને આ માપદંડોના આધારે સ્કોર નક્કી કરે છે.
  • જેના અંતર્ગત 70 ટકા થી ઉપરનો સ્કોર પ્રાપ્ત કરનાર સંસ્થાને NQAS નું પ્રમાણપત્ર એનાયત થાય છે.

Leave a Comment

Share this post