સ્વાસ્થ્ય અધિકાર આપનાર પ્રથમ રાજ્ય બન્યું : રાજસ્થાન

સ્વાસ્થ્ય અધિકાર આપનાર પ્રથમ રાજ્ય બન્યું  : રાજસ્થાન

 • રાજસ્થાન વિધાનસભામાં આરોગ્ય અધિકાર બિલ પસાર કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને આરોગ્યનો અધિકાર આપનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાને એક સીમાચિહ્નરૂપ આરોગ્ય અધિકાર હેઠળ ‘રાઈટ ટૂ હેલ્થ’ (RTH) બિલ પસાર કર્યું હતું. જેના હેઠળ ખાનગી હોસ્પિટલો ઇમરજન્સી સ્થિતિ દર્દીઓને ચાર્જ કરી શકશે નહીં અને રાજ્ય દ્વારા વળતર આપવામાં આવશે. દરેક વ્યક્તિને આરોગ્યના અધિકાર આપતું ‘રાઈટ ટૂ હેલ્થ’ બિલ પાસ કરનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
 • આરોગ્ય અધિકાર સંબંધિત રાઈટ ટૂ હેલ્થ બિલ મુજબ કોઈપણ દર્દી ઇમરજન્સી સ્થિતિમાં સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર લઈ શકશે.
 • જે હોસ્પિટલ આ સારવારની સુવિધા આપશે નહિ તેને દંડ કરાશે તેમ રાજસ્થાન સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
 • ‘રાઈટ ટૂ હેલ્થ’ બિલના ઉલ્લંઘન કરવા અને ઇનકાર કરવા પર 10 થી 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
 • સત્તાધિકારીના કોઈ નિર્ણયને સિવિલ કોર્ટમાં પડકારી શકાશે નહીં.
 • હોસ્પિટલોમાં દેખરેખ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે ઓથોરિટીની રચના કરવામાં આવશે.
 • ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી યુનિટમાં સારવાર માટે અલગ ફંડ બનાવવામાં આવશે.

રાજસ્થાન વિશે

 • તે ક્ષેત્રફળ દ્વારા ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની દૃષ્ટિએ સાતમું સૌથી મોટું રાજ્ય છે.
 • વર્તમાન મુખ્યમંત્રી : અશોક ગેહલોત
 • રાજ્યપાલ: કલરાજ મિશ્રા
 • રાજ્ય પ્રાણી – ઊંટ અને ચિંકારા.
 • રાજ્ય પક્ષી – ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ.
 • રાષ્ટ્રીય ઉદ્યાનો – મુકુન્દ્રા હિલ્સ (દરાહ) નેશનલ પાર્ક, ડેઝર્ટ નેશનલ પાર્ક, કેઓલાદેવ ઘાના નેશનલ પાર્ક, રણથંભોર નેશનલ પાર્ક, સરિસ્કા નેશનલ પાર્ક.
 • ડેમ – બિસલપુર ડેમ (બનાસ નદી), મહી બજાજ સાગર ડેમ (મહી નદી), રાણા પ્રતાપ સાગર ડેમ (ચંબલ નદી), જવાઈ ડેમ (જવાઈ નદી).

Leave a Comment

TOPICS : ,

Share this post