ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ : ડૉ. નીરજા ગુપ્તા

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ : ડૉ. નીરજા ગુપ્તા

  • રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ.નીરજા ગુપ્તાની નિમણૂક કરાઈ છે. નીરજા  ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. હિમાંશુ પંડ્યાની બીજી ટર્મ 30 જૂનના પૂર્ણ થઈ હોવાથી ડો. નીરજા ગુપ્તા તેમનું સ્થાન લેશે. યુનિવર્સિટીને 1949માં તેની સ્થાપના પછીના 70 વર્ષોમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર મળ્યા છે. તેમની નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે. નીરજા ગુપ્તા સાંચી યુનિવર્સિટી ઓફ બૌદ્ધ-ઇન્ડિક સ્ટડીઝ, સાંચી, મધ્યપ્રદેશના વાઈસ ચાન્સેલર હતા.

ડૉ. નીરજા ગુપ્તા

  • ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા ભવન્સ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે.
  • 2006થી 2012 સુધી ડૉ. ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવતા હતા. તેઓ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય અને સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે.

Leave a Comment

Share this post