ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ

 • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
 • જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેમણી નિમણૂંક 17 ફેબ્રુઆરી 2011ના રોજ કરવામાં આવી હતી અને 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે.
 • ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર જારી કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, સોનિયાબેન ગોકાણી 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે કેમ કે, વય મર્યાદાના કારણે 24 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ

 • ભૂતપૂર્વ બોમ્બે રાજ્યના મહારાષ્ટ્ર અને ગુજરાતના બે રાજ્યોમાં વિભાજનના પરિણામે 1લી મે, 1960 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે માનનીય શ્રી ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ; અને માનનીય શ્રી ન્યાયાધીશ કે.ટી. દેસાઈ, માનનીય શ્રી ન્યાયાધીશ જે.એમ. શેલત, માનનીય શ્રી ન્યાયાધીશ એન.એમ. મિયાભોય અને માનનીય શ્રી ન્યાયાધીશ વી.બી. રાજુએ પૂજ્ય ન્યાયાધીશો તરીકે બેન્ચના ન્યાયાધીશ.
 • ગુજરાત હાઇકોર્ટની જૂની ઇમારત  : આકાશવાણી પાસે, નવરંગપુરા, અમદાવાદ.
 • હાઈકોર્ટ અમદાવાદના સોલા ખાતેની નવી બિલ્ડીંગમાં :16મી જાન્યુઆરી, 1999

ગુજરાતમાં પ્રથમ મહિલા

 1. પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી
 2. પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
 3. પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી મહિલા : કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)
 4. પ્રથમ સ્નાતક : શારદાબહેન મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ
 5. યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ : હંસાબહેન મહેતા (એમ.એસ. યુનિવર્સિટી)
 6. પ્રથમ મહિલા મંત્રી (ગુજરાત રાજય) : ઇન્દુમતીબહેન શેઠ (શિક્ષણ વિભાગ)
 7. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ : સુશિલા નાયર
 8. પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા : ઇલાબેન ભટ્ટ
 9. પ્રથમ IPS અને રાજયના પ્રથમ DGP : ગીતા જોહરી
 10. વિદેશભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર : મેડમ ભિખાઈજી કામા
 11. પ્રથમ ફોર્મ્યુલા રેસર : મિરા ઇરડા (ભારતની પ્રથમ)
 12. પ્રથમ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર : વંદિતા ઘારીયાલ
 13. પ્રથમ ફોટોજર્નાલિસ્ટ : હોમાઈ વ્યારાવાલા
 14. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ : મંજુલા સુબ્રમણયમ

Leave a Comment

Share this post