રાજ્યસભાની ગુજરાતની ત્રણ પૈકી એક બેઠક માટે વિદેશમંત્રી એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી

રાજ્યસભાની ગુજરાતની ત્રણ પૈકી એક બેઠક માટે વિદેશમંત્રી એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી

  • વિદેશમંત્રી એસ. જયશંકરે ગાંધીનગરમાં ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ગુજરાત રાજ્યસભાના ત્રણ સંસદો સભ્યો દિનેશચંદ્ર અનાવડિયા, લોખંડવાલા જુગલસિંહ અને એસ.જયશંકર 18મી ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે, રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post