દેશમાં પ્રથમવાર ‘નાના’ ગુના માટે ‘સામુદાયિક સેવા’ની સજાની દરખાસ્ત

દેશમાં પ્રથમવાર ‘નાના’ ગુના માટે ‘સામુદાયિક સેવા’ની સજાની દરખાસ્ત

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા. આમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય પુરાવા બિલ 2023 અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલનો સમાવેશ થાય છે. આ ત્રણ બિલ ભારતીય દંડ સંહિતા 1860 (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1898 (CrPC) અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે.
  • ભારતમાં અત્યાર સુધી, સામુદાયિક સેવાની સજા ફોજદારી ન્યાય પ્રણાલીનો ભાગ નથી. અત્યાર સુધી કોર્ટના ન્યાયાધીશો તેમની વિવેકબુદ્ધિથી દોષિતોને સામુદાયિક સેવા કરવા માટે સજા આપતા હતા, જેમાં વૃક્ષો વાવવા અને તેઓ મોટા થાય ત્યાં સુધી તેમની કાળજી લેવી, પાણીની પરબ સાફ કરવા, ટ્રાફિકની અવરજવરમાં મદદ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પીનલ કોડમાં આ સજાઓનો કોઈ ઉલ્લેખ નહોતો.
  • ભારતીય કાયદાકીય માળખામાં નાના અપરાધો માટે સજા તરીકે સમુદાય સેવા દાખલ કરવાના પ્રસ્તાવ સાથે ભારત સરકાર US, UK, સ્વીડન અને અન્ય કેટલાક વિકસિત દેશોની હરોળમાં જોડાઈ છે. ગુનેગારોને સારા માર્ગે વાળવા અને ભીડભાડવાળી જેલોની સમસ્યાને ઉકેલવામાં આ સજા મહત્ત્વનું પગલું બની શકે છે.
  • દેશમાં પહેલીવાર સજાનું નવું સ્વરૂપ એટલે કે ‘સામુદાયિક સેવા’ રજૂ કરવામાં આવી છે. દેશમાં પહેલીવાર નાના ગુના માટે ‘સામુદાયિક સેવા’ કરવાની સજા થઈ શકશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા રજૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023 અનુસાર “સમુદાય સેવાને નાના અપરાધો માટે સજા તરીકે પ્રથમ વખત પ્રસ્તાવિત કરવામાં આવી છે”.
  • 2023 બિલની કલમ 354(2) જણાવે છે કે, “જે કોઈ બીજાને બદનામ કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે સાદી કેદની સજા અથવા દંડ, અથવા બંને સાથે અથવા ‘સમુદાય સેવા’ સાથે સજા કરવામાં આવશે.”
  • માનહાનિ ઉપરાંત, આ બિલમાં જાહેર સેવકો દ્વારા ગેરકાયદેસર વ્યવસાય કરવા અને કાયદાકીય સત્તાના પાલનમાં અવરોધ, આત્મહત્યાનો પ્રયાસ, જાહેર નશો, 5,000 રૂપિયાથી ઓછી રકમની ચોરી જેવા ગુનાઓ માટે સજા તરીકે ‘સમુદાય સેવા’નો પણ સમાવેશ થાય છે.

Leave a Comment

TOPICS : ,

Share this post