ફોર્બ્સઃ વર્ષ 2022 માં પી.વી. સિંધુ વિશ્વની 12મી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા એથ્લેટ

ફોર્બ્સઃ વર્ષ 2022 માં પી.વી. સિંધુ વિશ્વની 12મી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા એથ્લેટ

  • ફોર્બ્સ દ્વારા તાજેતરમાં ‘વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટ્સ – 2022’ની યાદી બહાર પાડવામાં આવી હતી.
  • આ યાદી અનુસાર, ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ કુલ 7.1 મિલિયન ડોલરની કમાણી સાથે વૈશ્વિક સ્તરે 12માં ક્રમે રહી હતી.
  • ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલ આ યાદીની 25 ટોચની સર્વાધિક કમાણી કરતી મહિલા ખેલાડીઓની યાદીમાં પી.વી. સિંધુ એકમાત્ર ભારતીય અને એકમાત્ર બેડમિન્ટન ખેલાડી છે.
  • જ્યારે જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા કુલ 51.1 મિલિયન ડોલરની કમાણી સાથે વૈશ્વિક સ્તરે આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
  • આ સાથે જ અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ કુલ 41.3 મિલિયન ડોલરની કમાણી સાથે આ યાદીમાં દ્વિતિય અને ચીનની ફ્રીસ્ટાઇલ સ્કીંઇગ ખેલાડી ઇલીન કુલ 20.1 મિલિયન ડોલરની કમાણી સાથે ત્રીજા ક્રમાંક પર છે.

વિશ્વની 5 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટ્સ – 2022 :

ક્રમાંક નામ(રાષ્ટ્રીયતા) રમત કમાણી (મિલિયન ડોલરમાં)
1 નાઓમી ઓસાકા (જાપાન) ટેનિસ 51.1
2 સેરેના વિલિયમ્સ (અમેરિકા) ટેનિસ 41.3
3 ઇલીન(ચીન) ફ્રીસ્ટાઇલ સ્કીઇંગ 20.1
4 એમ્મા રડુકાનુ (બ્રિટન) ટેનિસ 18.7
5 ઇગા સ્વાઇટેક (પૉલેન્ડ) ટેનિસ 14.9
12 પી.વી. સિંધુ (ભારત) બેડમિન્ટન 7.1

પી.વી. સિંધુ

  • પી.વી. સિંધુનું પૂરું નામ પુરસલા વેંકટ સિંધુ છે. તેણીનો જન્મ અને ઉછેર તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે થયો હતો.
  • તેણી વર્ષ 2019 માં BWF (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજેતા બનનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય છે. ઉપરાંત તેણી ઓલિમ્પિક ગેમ્સમાં સતત બે મેડલ જીતનાર ભારતની માત્ર બીજી વ્યક્તિગત રમતવીર છે.
  • તેણીએ વર્ષ 2016 ના ઓલિમ્પિક(રીયો ડી જેનેરો)માં સિલ્વર અને વર્ષ 2020ના ઓલિમ્પિક(ટોક્યો)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પી.વી. સિંધુને પ્રાપ્ત થયેલા પુરસ્કારોઃ

  • તેણીને વર્ષ 2013માં અર્જુન પુરસ્કાર અને વર્ષ 2016માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ભારત સરકાર દ્વારા તેણીને તેના રમત-ગમતમાં આપેલા યોગદાન બદલ વર્ષ 2015માં પદ્મશ્રી અને વર્ષ 2020માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1 thought on “ફોર્બ્સઃ વર્ષ 2022 માં પી.વી. સિંધુ વિશ્વની 12મી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા એથ્લેટ”

Leave a Comment

Share this post