એક દેશ, એક ચૂંટણી માટે કમિટીની રચના

એક દેશ, એક ચૂંટણી માટે કમિટીની રચના

  • સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીની શક્યતા તપાસવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિનો આશય ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના અમલની સંભાવનાઓ ચકાસવાનો છે. આ સમિતિ એક સાથે ચૂંટણી યોજવા મુદ્દે ચૂંટણી પંચ સહિત કાયદાકીય અને રાજકીય નિષ્ણાતોને મળીને ચર્ચા કરશે. મુખ્ય ન્યાયાધીશ પણ આ સમિતિનો ભાગ હશે.
  • એક રાષ્ટ્ર-એક ચૂંટણી અથવા એક દેશ-એક ચૂંટણીનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય પહેલાં જ વિસર્જન કરવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક રાષ્ટ્ર-એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.

બંધારણીય નિષ્ણાતોના મતે

  • ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના અમલ માટે બંધારણમાં પાંચ જોગવાઈઓમાં સુધારા કરવા પડે.
  • જેમાં કલમ 83 (સંસદના ગૃહોના કાર્યકાળ સંબંધિત), કલમ 85 (રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાને ભંગ કરવા સંબંધિત), કલમ 172 (વિધાનસભાઓના કાર્યકાળ સંબંધિત), કલમ 174 (વિધાનસભાઓને ભંગ કરવા સંબંધિત) અને કલમ 356 (રાજ્યોમાં રાષ્ટ્રપતિ શસાન લાગુ કરવા સંબંધિત)નો સમાવેશ થાય છે.
  • પરંતુ આ સુધારો લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી અને પચાસ ટકા રાજ્યોમાં સાદી બહુમતી સાથે પસાર કરવો પડશે.
  • પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટ 1951માં સુધારો કરવો પડશે અને એક સાથે ચૂંટણીની વ્યાખ્યા કલમ 2માં ઉમેરવી પડશે.

સંસદનું વિશેષ સત્ર

  • કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
  • આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. આમાં 5 બેઠકો થશે.
  • બંધારણની કલમ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઇ છે.

Leave a Comment

TOPICS :

Share this post