મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકોની રાહત અને પુનર્વસન માટે હાઈકોર્ટના ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના

મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકોની રાહત અને પુનર્વસન માટે હાઈકોર્ટના ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના

  • સુપ્રીમ કોર્ટે મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકોની રાહત અને પુનર્વસન માટે હાઈકોર્ટના ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ CBI અને પોલીસ તપાસથી અલગ કેસોની તપાસ કરશે. ત્રણ પૂર્વ જજોની કમિટીની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ કરશે અને તેમાં જસ્ટિસ શાલિની જોશી, જસ્ટિસ આશા મેનન પણ સામેલ હશે. આ કમિટી રાજ્યની મુલાકાત લેશે અને ત્યાંની સ્થિતિ વિશે સુપ્રીમ કોર્ટને માહિતી આપશે.
  • સુપ્રીમ કોર્ટે મહિલાઓ વિરુદ્ધ હિંસાના ઓછામાં ઓછા 12 કેસોની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની દેખરેખ માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP દત્તા પડસાલગીકરની નિમણૂક કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું, કોર્ટ દ્વારા ફરજિયાત ચકાસણી ‘તપાસમાં નિષ્પક્ષતા’, ‘વિશ્વાસની ભાવના’ અને ‘કાયદાના શાસન’ની શરૂઆત કરશે.
  • સુપ્રીમ કોર્ટે બહારના રાજ્યોના પોલીસ અધિકારીઓને પણ તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે. મણિપુરની બહારના ઓછામાં ઓછા 5 ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ CBIની ટીમ સાથે સંકળાયેલા હશે જે મહિલાઓ વિરુદ્ધ હિંસાની તપાસ કરશે. જસ્ટિસ જેપી પારડીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ બેન્ચમાં સામેલ હતા.

Leave a Comment

Share this post