ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું નિધન

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું નિધન

  • ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું 20 ફેબ્રુઆરી,2023 ના રોજ 87 વર્ષની જૈફ વયે તેઓનું નિધન થયું હતું. ઓમ પ્રકાશ કોહલી (9 ઓગસ્ટ,1935 – 20 ફેબ્રુઆરી,2023) જેઓ 16-07-2014 થી 15-07-2019 સુધી ગુજરાતના 19મા રાજ્યપાલ રહ્યા હતા. 8 સપ્ટેમ્બર,2016 થી 19 જાન્યુઆરી,2018 સુધી તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશ ના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો.
  • ઓમ પ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે ‘ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી’, ‘એજ્યુકેશન પોલિસી’ અને ‘ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના’ જેવા પુસ્તકો લખ્યા છે. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા. વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.કોહલી દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસ અને 37 વર્ષથી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર હતા.

Leave a Comment

Share this post