પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન

  • ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતના સૌથી અગ્રણી સમાજવાદી નેતાઓમાંના એક એવા શરદ યાદવ હરિયાણાના ગુરુગ્રામ ખાતે અવસાન પામ્યા હતા.
  • તેમનો જન્મ 1લી જુલાઈ,1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બાબાઈમાં થયો હતો.
  • શરદ યાદવ એક અગ્રણી ભારતીય રાજકારણી અને બિહારના જનતા દળ યુનાઇટેડ (JDU) ના સ્થાપક સભ્ય હતા.
  • તેઓ 7 વખત ભૂતપૂર્વ લોકસભા સભ્ય હતા અને રાજ્યસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા (1986, 2004, અને 2014).
  • તેઓ 1970ના દાયકામાં ભારતીય લોકદળ (લોકદળ)માં જોડાયા અને બાદમાં વર્ષ 1979માં લોકદળના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા.
  • તેઓ સૌપ્રથમ વર્ષ 1974માં મધ્યપ્રદેશના જબલપુરથી યોજાયેલી પેટાચૂંટણીમાં 5મી લોકસભા માટે ચૂંટાયા હતા અને વર્ષ 1977માં તે જ બેઠક પરથી તેઓ ફરીથી ચૂંટાયા હતા.
  • તેમણે વી.પી.સિંઘના નેતૃત્વમાં વર્ષ 1988માં જનતા દળ (JD)ની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તેઓ વર્ષ 1989 થી 1990 સુધી ટેક્સટાઈલ અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી હતા.
  • તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી (વર્ષ 1999 થી 2001), શ્રમ મંત્રી (વર્ષ 2001– થી 2002) અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી (વર્ષ 2002 થી 2004) તરીકે પણ સેવા આપી હતી.
  • વર્ષ 2018 માં શરદ યાદવ અને અલી અનવરે તેમના સમર્થકો સાથે લોકતાંત્રિક જનતા દળની સ્થાપના કરી.

Leave a Comment

Share this post