મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના નવાં ચાર બચ્ચાનો જન્મ

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના નવાં ચાર બચ્ચાનો જન્મ

  • ગયા વર્ષે 17મી સપ્ટેમ્બરે નામિબિયાથી ભારતમાં સ્થાનાંતરિત કરાયેલ એક માદા ચિત્તા સિયાયાએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. બચ્ચાનો જન્મ એ હકારાત્મક સંકેત છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ તેમના નવા વાતાવરણમાં સારી રીતે અનુકૂલન કરી રહ્યા છે.
  • સૌ પ્રથમ ગયા વર્ષે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ પછી તાજેતરમાં આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવામાં આવ્યા છે. આ રીતે ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 20 થઈ ગઈ હતી. પરંતુ હાલમાં જ નામીબીયાથી લાવવામાં આવેલ એક ચિત્તા – શાશાનું કિડનીની બિમારીને કારણે મૃત્યુ થયું હતું. તેમની વસ્તી ઘટીને 19 થઈ ગઈ. હવે ચાર બચ્ચા જન્મ્યા બાદ સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.
  • વડાપ્રધાન મોદીએ ચાર વર્ષની માદા ચિત્તાનું નામ ‘આશા’ રાખ્યું છે.

ભારતમાં ચિત્તાનો ઇતિહાસ

  • ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.
  • ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકાર હેઠળ ભારતમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે 2009 માં ‘પ્રોજેક્ટ ચિતા’ની શરૂઆત કરી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post