1 એપ્રિલથી HUID વગર સોનાના દાગીના વેચી શકાશે નહીં

1 એપ્રિલથી HUID વગર સોનાના દાગીના વેચી શકાશે નહીં

  • કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે 1 એપ્રિલ, 2023થી દેશમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર વિના સોનાના દાગીના અને સોનાની ચીજવસ્તુઓના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. 31 માર્ચ, 2023 પછી HUID હોલમાર્ક વગર સોનાના દાગીના અને સોનાના આર્ટીકલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અત્યાર સુધી બજારમાં HUID (4 અને 6-અંક) બંનેનો ઉપયોગ થાય છે.
  • 31 માર્ચ, 2023 બાદ દેશમાં માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક કોડને મંજૂરી આપવામાં આવશે. હોલમાર્કે જ્વેલરીની ત્રણ કેટેગરી છે: 22K916 એટલે કે તે 22 કેરેટનું સોનું છે અને આવા આવા દાગીનામાં 91.6 ટકા સોનું હોય છે. 18K750 એટલે કે તે 18 કેરેટનું સોનું છે અને તેમાં 75 ટકા સોનું છે. અને છેલ્લી કેટેગરીમાં 14K585 એટલે કે 14 કેરેટનું સોનું છે અને આવા દાગીનામાં 58.5 ટકા સોનું હોય છે.

HUID શું છે?

  • HUID (Hallmark Unique Identification Number- HUID) એ 6 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક કોડ છે જેમાં સંખ્યા અને અક્ષરોનો બનેલો હોય છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની માર્ગદર્શિકા મુજબ, BIS હોલમાર્કમાં 3 પ્રતીકોનો સમાવેશ થાય છે – BIS લોગો, શુદ્ધતાનો ગ્રેડ અને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ, જેને HUID તરીકે ઓળખવામાં આવે છે.

હોલમાર્કિંગ યોજના

  • જ્વેલરી માટે હોલમાર્કિંગ સ્કીમ BIS દ્વારા વર્ષ 2000 માં રજૂ કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં હોલમાર્કિંગના કાર્યક્ષેત્રમાં સોના અને ચાંદી નામની બે કિંમતી ધાતુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 23 જૂન, 2021થી દેશના 288 જિલ્લાઓમાં ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સ ઓર્ડર, 2022 મુજબ ફરજિયાત હોલમાર્કિંગનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Share this post