G7 દેશો  2035 સુધીમાં કાર્બન-મુક્ત વીજળીનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ

G7 દેશો  2035 સુધીમાં કાર્બન-મુક્ત વીજળીનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ

  • જાપાનમાં આબોહવા, ઉર્જા અને પર્યાવરણ પર બે દિવસીય G7 મંત્રીઓની બેઠક પછી, સભ્ય દેશોના મંત્રીઓ અને રાજદૂતોએ 2035 સુધીમાં કાર્બન મુક્ત વીજળીનું ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
  • તેઓ સૌર ઉર્જામાંથી 2030 સુધીમાં 1000 ગીગાવોટ અને ઓફ-શોર પ્લેટફોર્મ પરથી 150 ગીગાવોટ પવન ઉર્જાનું ઉત્પાદન કરવા સૌર અને પવન ઉર્જા રોકાણને વેગ આપવા સંમત થયા હતા. તેઓ 2025 સુધીમાં બિનકાર્યક્ષમ અશ્મિભૂત ઇંધણ સબસિડીને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી. વર્તમાન વૈશ્વિક ઉર્જા કટોકટી અને આર્થિક વિક્ષેપોને ઓળખીને 2050 સુધીમાં નેટ-ઝીરો ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જનમાં સ્વચ્છ ઊર્જા સંક્રમણને વેગ આપવા માટે કહ્યું હતું.

G7 દેશો : ગ્રુપ ઑફ સેવન

  • G-7 દુનિયાના સાત સૌથી મોટા વિકસિત અને અદ્યતન અર્થવ્યવસ્થા વાળા દેશોનો સમૂહ છે, જેમાં ફ્રાંસ, જર્મની, UK, ઈટલી, અમેરિકા(USA), કેનેડા અને જાપાન શામેલ છે, જેને ગ્રુપ ઑફ સેવન પણ કહેવામાં આવે છે. તે એક આંતર-સરકારી રાજકીય મંચ છે. સમૂહ પોતાને ‘કમ્યૂનિટી ઑફ વેલ્યૂઝ’ એટલે કે મૂલ્યોના આદર કરનાર સમુદાય માને છે. તમામ G-7 દેશો અને ભારત G20નો ભાગ છે.
  • સ્વતંત્રતા અને માનવ અધિકારોની સુરક્ષા, લોકતંત્ર અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ તથા સતત વિકાસ એ તેના મુખ્ય સિદ્ધાંત છે. G-7 પાસે કોઈ ઔપચારિક ચાર્ટર કે સચિવાલય નથી. પ્રમુખપદ દર વર્ષે સભ્ય દેશો વચ્ચે ફાળવવામાં આવે છે.
  • રશિયા 1998 માં જૂથમાં જોડાયા પછી ઘણા વર્ષો સુધી G7 એ G8 તરીકે જાણીતું હતું. ક્રિમિઅન વિવાદને પગલે રશિયાને 2014 માં સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી જૂથને ફરીથી G7 તરીકે ઓળખવામાં આવ્યું.

Leave a Comment

Share this post