મણિપુર રાજ્યના ઝેલિયાન્ગ્રોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ( GAAN NGAI) ઉત્સવની ઉજવણી

મણિપુર રાજ્યના ઝેલિયાન્ગ્રોંગ અથવા કાબુઈ સમુદાયના લોકો દ્વારા તાજેતરમાં મણિપુરના લોકોમાં શાંતિ, સમૃદ્ધિ અને એકતા લાવવા માટે ગાન નગાઈ( GAAN NGAI) ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

  • આ ગાન નગાઈ ( GAAN NGAI) ઉત્સવ ઝેલિયાન્ગ્રોંગ સમુદાયના લોકો માટે નવા વર્ષની શરૂઆતનું અને જૂના વર્ષની વિદાયનું પ્રતીક માનવામાં આવે છે.

ગાન નગાઈ( GAAN NGAI) ઉત્સવ

  • ગાન નગાઈ( GAAN NGAI) ઉત્સવએ ઝેલિયાન્ગ્રોંગ સમુદાયના સૌથી મોટા સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો પૈકીનો એક છે. આ સમયે ખેડૂતો તેમની લાણણીને તેમના અનાજના ભંડારમાં સંગ્રહિત કરે છે.
  • આ ઉત્સવ ઝેલિયાન્ગ્રોંગ સમુદાયના તમામ બિનખ્રિસ્તી ગામો દ્વારા ઉજવવામાં આવે છે જેમાં આસામ, મણિપુર અને નાગાલેંડમાં રહેતા અને અન્ય સમુદાયોનો પણ સમાવેશ થાય છે.

ઝેલિયાન્ગ્રોંગ સમુદાય સંબંધિત મહત્વની બાબતો

  • ઝેલિયાન્ગ્રોંગ નાગા જનજાતિ ( રોંગમેઈ, લિયાંગમેઈ, ઝેમેઈ અને પુમેઈનો સમાવેશ થાય છે) એ મોંગોલિયન જાતિના સીનો-તિબેટીયન પરિવારના તિબેટીબર્મન ( ઇન્ડોમોંગોલોઇડ) છે.
  • તેઓ ભારતમાં આલામ, મણિપુર અને નાગાલેન્ડ એમ ત્રણ રાજ્યોમાં રહેતા મુખ્ય સ્વદેશી નાગા સમુદાયોમાંના એક છે.
  • ઝેલિયાન્ગ્રોંગ સમુદાયને વંશીય સાંસ્ક્રુતિક (Ethnocuture) તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે.

Leave a Comment

Share this post