ગુજરાતમાં ગ્રીન ક્લીન પરિવહન સેવાને પ્રોત્સાહન

ગુજરાતમાં ગ્રીન ક્લીન પરિવહન સેવાને પ્રોત્સાહન

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
  • મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓના 1068 CNG અને 382 ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
  • મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. 50ના સ્થાને હવે રૂ. 18 આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે.
  • ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. 22 અનુદાન પેટે અપાશે તેમજ VGF ઘટ ના વધુમાં વધુ 50 ટકા મળતા હતા તે વધારીને 75 ટકા પ્રમાણે અપાશે.
  • જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે, ત્યાં કિલોમીટર દીઠ રૂ. 25ના સ્થાને હવે રૂ. 30 અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે.

Leave a Comment

Share this post