“ગરવી ગુજરાત” યાત્રા

“ગરવી ગુજરાત” યાત્રા

  • ભારતીય રેલ્વે તેની ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન ચલાવીને વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરવા માટે ખૂબ જ વિશેષ પ્રવાસ ‘ગરવી ગુજરાત’ શરૂ કરી રહી છે.
  • ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સંચાલિત આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની મુસાફરી પર નીકળશે.
  • રેલ પ્રવાસનું આ પેકેજ મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત ભારત સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાની ભાવનામાં તૈયાર કરવામાં આવ્યું છે.
  • રેલ પ્રવાસના આ પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે,જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે.
  • આખી ટ્રેન આઠ દિવસની મુસાફરી દરમિયાન લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે.
  • ગુજરાતના અલગ પ્રવાસન સ્થળ પૈકી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરાનું સૂર્ય મંદિર અને અન્ય યુનેસ્કો સાઇટ રાણકી વાવ,પાટણ જેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળોની મુલાકાત કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હશે.
  • ધાર્મિક સ્થળોની વાત કરીએ તો સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો 8 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે
  • ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની રજૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની “દેખો અપના દેશ” પહેલને અનુરૂપ છે.

Leave a Comment

Share this post