37મી નેશનલ ગેમ્સમાં ગતકા માર્શલ આર્ટનો સમાવેશ

  • ગતકાની પરંપરાગત રમતને રાષ્ટ્રીય સ્તરે મોટુ પ્રોત્સાહન મળવાની તૈયારી છે કારણ કે તેને 37મી નેશનલ ગેમ્સ-2023માં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી છે, જે આ વર્ષના ઓક્ટોબરમાં ગોવામાં યોજાવાની છે.
  • ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ગોવા સરકારના સહયોગથી આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન કુલ 43 વિષયો માટે સ્પર્ધાઓનું આયોજન કરાશે.

ગતકા માર્શલ આર્ટ

  • ગતકા એ શીખ ગુરુઓ સાથે સંકળાયેલ પરંપરાગત માર્શલ આર્ટ છે .
  • તેમાં તલવાર અને લાકડીઓથી લડવાની કુશળતા અને આત્મ-નિયંત્રણનો સમાવેશ થાય છે.
  • મુઘલ યુગ દરમિયાન 6માં શીખ ગુરુ હરગોબિંદ સાહેબે  સ્વરક્ષણ માટે ‘કિરપાણ’ અપનાવી ત્યારે ગતકાની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે.
  • તેને યુદ્ધની ટેકનિક માનવામાં આવે છે.
  • 10 મા ગુરુ ગોવિંદ સિંહે દરેક વ્યક્તિ માટે સ્વરક્ષણ માટે શસ્ત્રોનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવ્યો હતો .
  • તે અગાઉ ગતકા ગુરુદ્વારા, નગર કીર્તન અને અખાડાઓ સુધી સીમિત હતું, પરંતુ  2008 માં ગતકા ફેડરેશન ઓફ ઈન્ડિયા (GFI) ની રચના પછી તેનો રમતની શ્રેણીમાં પણ સમાવેશ થાય છે.
  • આજે, તેનો ઉપયોગ સ્વ-બચાવ અને લડાઈ કુશળતા દર્શાવવા માટે થાય છે અને તે તમામ ધર્મો અને સમુદાયોના લોકો માટે ખુલ્લું છે.

Leave a Comment

Share this post