દુનિયામાં સર્કસને લોકપ્રિય બનાવનાર જેમિની શંકરનનું 99 વર્ષે થયું નિધન

દુનિયામાં સર્કસને લોકપ્રિય બનાવનાર જેમિની શંકરનનું 99 વર્ષે થયું નિધન

  • ભારતીય સર્કસના સંસ્થાપક જેમિની શંકરનનું 99 વર્ષે 23 એપ્રિલ 2023 ના રોજ નિધન થયું હતું. આધુનિક ભારતીય સર્કસના પ્રણેતા અને ભારતીય સર્કસના પિતા તરીકે ઓળખાતા જેમિની શંકરનનો જન્મ 13 જૂન, 1924ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ મૂરક્કોથ વેન્ગાકાંડી શંકરન હતું. જેમિની શંકરન નામથી પ્રખ્યાત તેઓ ભારતીય સર્કસ માલિક, ઉદ્યોગપતિ અને ભારતમાં સર્કસ ઉદ્યોગના અગ્રણીઓમાંના એક હતા.
  • વર્ષ 1938માં તેમના સર્કસ આર્ટ પ્રત્યેનો શોખના કારણે તેઓ સર્કસમાં જોડાયા હતા તથા ભારતીય સર્કસ ફેડરેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમની પાસે જેમિની, જમ્બો અને ગ્રેટ રો સર્કસ સહિતની સર્કસ કંપનીઓ હતી. સેનાના વાયરલેસ વિભાગમાં પણ તેમણે કામ કર્યું હતું અને બીજા વિશ્વ યુદ્ધ પછી તેઓ નિવૃત્ત થયા હતા. 1951માં તેમણે મહારાષ્ટ્રમાં ₹6,000માં વિજયા સર્કસ કંપની ખરીદી અને તેનું નામ જેમિની રાખ્યું હતું, જે તેમનો જન્મ સંકેત હતો. તેમની આત્મકથા : મલક્કમ મરિયુન્ના જીવિતમ(જેમિની શંકરન) અને ભારતીય સર્કસનો વારસો, એ 2012 માં પ્રકાશિત થઈ હતી.
  • દેશમાં સર્કસ ક્ષેત્રે શંકરનના સર્વાંગી યોગદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

Leave a Comment

Share this post