જર્મનીએ બેલ્જિયમને હરાવી ત્રીજી વખત હોકી વર્લ્ડકપ જીત્યો

જર્મનીએ બેલ્જિયમને હરાવી ત્રીજી વખત હોકી વર્લ્ડકપ જીત્યો

 • જર્મનીએ હોકી વર્લ્ડ કપ 2023માં ઐતિહાસિક જીત નોંધાવી. હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જિયમને 5-4થી હરાવ્યું હતું.
 • જર્મનીએ અગાઉ વર્ષ 2002 અને 2006માં વિજય મેળવ્યા બાદ ત્રીજી વખત વિજેતા બન્યું છે. (2002,2006,2023)
 • વર્લ્ડ કપ 2018નો ખિતાબ બેલ્જિયમ વિજેતા રહ્યું હતું.

2023 મેન્સ FIH હોકી વર્લ્ડ કપ

 • 2023 મેન્સ FIH હોકી વર્લ્ડ કપ એ મેન્સ FIH હોકી વર્લ્ડ કપની 15 મી આવૃત્તિ હતી, જે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા આયોજિત પુરુષોની રાષ્ટ્રીય ક્ષેત્રની હોકી ટીમો માટે ચાર વર્ષે એક વખત યોજાતી વિશ્વ ચેમ્પિયનશિપ છે.
 • તે ભારતના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં અને રાઉરકેલામાં નિર્માણાધીન બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ ખાતે 13 થી 29 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાઈ હતી.
 • ભારત ઈતિહાસમાં ચોથી વખત આ ટુર્નામેન્ટની યજમાની કરી હતી. આ અગાઉ ભારતે 1982 (મુંબઈ), 2010 (નવી દિલ્હી) અને 2018 (ભુવનેશ્વર)માં પણ આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે.
 • આ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 1971માં થઈ હતી.
 • હોકીમાં 8 વખત ઓલિમ્પિક ગોલ્ડ જીતનારું ભારત 1975માં માત્ર એક વકત જ હોકી વર્લ્ડ કપ જીતી શક્યું છે. પાકિસ્તાન સૌથી સફળ ટીમ છે જેણે ચાર વખત ટૂર્નામેન્ટ જીતી છે. નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ-ત્રણ ટાઇટલ જીત્યા છે અને જર્મનીએ 3  ટાઇટલ જીત્યા છે. બેલ્જિયમ અને ભારત બંનેએ એક-એક વખત ટૂર્નામેન્ટ જીતી છે.
 • નોંધ : મહિલા હોકી વર્લ્ડ કપ-2022ની મેજબાની સંયુક્ત રીતે સ્પેન અને નેધરલેન્ડ્સ કરી હતી જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન નેધરલેન્ડ્સે ફાઇનલમાં આર્જેન્ટિનાએ 3-1થી હરાવીને રેકોર્ડ નવમી વખત ટુર્નામેન્ટ જીતી હતી.

2026 મેન્સ FIH હોકી વર્લ્ડ કપ

 • 2026 મેન્સ FIH હોકી વર્લ્ડ કપ એ મેન્સ FIH હોકી વર્લ્ડ કપની 16 મી આવૃત્તિ હશે
 • આયોજન સ્થળ :  તે વાવરે , બેલ્જિયમ અને એમ્સ્ટેલવીન , નેધરલેન્ડ

Leave a Comment

Share this post