મધ્ય પ્રદેશ (MP) ના ઘણા ઉત્પાદનોને GI ટેગ

મધ્ય પ્રદેશ (MP) ના ઘણા ઉત્પાદનોને GI ટેગ

  • વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (MoC &I) દ્વારા મધ્ય પ્રદેશ (MP) ના ઘણા ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (GI ટેગ) આપવામાં આવ્યો છે, જેમાં 5 હસ્તકલા ઉત્પાદન, 1 કૃષિ ઉત્પાદન, 1 ખાદ્ય સામગ્રી, 1 કાપડ ઉત્પાદનનો સમાવેશ થાય છે. 5 હસ્તકલા ઉત્પાદનોમાં મધ્ય પ્રદેશની ડિંડોરીના ગોંડ (આદિવાસી) ચિત્રો, ગ્વાલિયરની કાર્પેટ, ઉજ્જૈનની બાટિક પ્રિન્ટ, જબલપુરની ભેડાઘાટ સ્ટોન ક્રાફ્ટ અને બાલાઘાટની વારસોની સાડીઓ નો સમાવેશ થાય છે.
  • શરબતી ગેહુ (ઘઉં કે જેને ધ ગોલ્ડન ગ્રેઈન પણ કહેવાય છે)ને GI રજિસ્ટ્રી દ્વારા કૃષિ ઉત્પાદન શ્રેણીમાં GI ટેગ પ્રાપ્ત થયો છે.મોરેના ગજક – એક પ્રકારની મીઠાઈને ખાદ્ય ઘટકોની શ્રેણીમાં GI ટેગ પ્રાપ્ત થયો છે. ઉજ્જૈન બાટિક પ્રિન્ટને ટેક્સટાઇલ કેટેગરીમાં GI ટેગ મળ્યો છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે GI ટેગ એ ટ્રેડ રિલેટેડ એક્સપેક્ટ્સ ઓફ ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (TRIPS) પરના WTO એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતની ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઇન્ડિયન પેટન્ટ્સ ઓફિસ દ્વારા GI ટેગ આપવામાં આવે છે.
  • જિયોગ્રાફિકલ ઇન્ડીકેશન ઓફ ગુડ્સ એક્ટ, 1999 એ 15 સપ્ટેમ્બર 2003ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ભારતની પહેલી GI ચિન્હવાળી વસ્તુ દાર્જીલિંગની ચા છે, જેને 2004-05માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post