વૈશ્વિક ગુલામી સૂચકાંક 2023

વૈશ્વિક ગુલામી સૂચકાંક 2023

  • વૉક ફ્રી ફાઉન્ડેશન દ્વારા ‘ધ ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ 2023 (વૈશ્વિક ગુલામી સૂચકાંક 2023), વિશ્વભરમાં આધુનિક ગુલામીના વધતા વ્યાપને પ્રકાશિત કરે છે, જેમાં આવી સ્થિતિમાં જીવતા લોકોની સંખ્યા 50 મિલિયન સુધી પહોંચી ગઈ છે – જે છેલ્લા પાંચ વર્ષમાં ચિંતાજનક 25% નો વધારો છે. અહેવાલમાં G20 રાષ્ટ્રો દ્વારા તેમની વેપાર કામગીરી અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ દ્વારા આ કટોકટીને વધુ તીવ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • બળજબરી મજૂરો (forced labour)ની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારત, ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, તુર્કી અને USA સહિત ટોચના G20 દેશો સામેલ છે. એશિયા અને પેસિફિકમાં આધુનિક ગુલામીમાં સૌથી વધુ લોકો છે.
  • 2016 પછી આ સંખ્યામાં 10 મિલિયન લોકોનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે વિશ્વમાં દર 160માંથી એક વ્યક્તિ આધુનિક ગુલામીનો શિકાર છે. તે 1,000 લોકો દીઠ આધુનિક ગુલામીના અંદાજિત વ્યાપના આધારે 160 દેશોને રેન્ક આપે છે.
  • સૌથી વધુ આધુનિક ગુલામીનો વ્યાપ ધરાવતા દેશોમાં ઉત્તર કોરિયા, એરિટ્રિયા અને મોરિટાનિયા છે, જ્યાં આધુનિક ગુલામી વ્યાપક છે અને ઘણીવાર રાજ્ય પ્રાયોજિત છે. આધુનિક ગુલામીનો સૌથી ઓછો વ્યાપ ધરાવતા દેશોમાં આઇસલેન્ડ, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ છે, જ્યાં મજબૂત શાસન અને આધુનિક ગુલામી પ્રત્યે અસરકારક પ્રતિભાવો સ્પષ્ટ છે. ભારતમાં તેનો દર 1000 લોકોમાં 08 છે.
  • દેશોની ખરાબ હાલત માટેના મુખ્ય કારણોમાં રાજકીય અસ્થિરતા, અસમાનતા, મૂળભૂત જરૂરિયાતોનો અભાવ, ફોજદારી ન્યાય વ્યવસ્થા, આંતરિક સંઘર્ષ અને વિસ્થાપન છે, જે લોકોને આધુનિક ગુલામ બનાવી રહ્યા છે.

Leave a Comment

Share this post