ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ : RRR ફિલ્મનું ‘નાટૂ નાટૂ’ સોંગએ જીત્યો ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો ખિતાબ

ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ : RRR ફિલ્મનું ‘નાટૂ નાટૂ’ સોંગએ જીત્યો ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો ખિતાબ

  • દક્ષિણભારત ફિલ્મ જગતના પ્રખ્યાત નિર્દેશકએસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRની સફળતાની કલગીમાં વધુ એક સિદ્ધિનું પિચ્છ ઉમેરાયું છે. RRRના ગીત નાટૂ-નાટૂને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં ‘બેસ્ટ ઓરિજિનલ સોન્ગ’નો ખિતાબ મળ્યો છે.
  • RRR ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે.RRR ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં પણ નામાંકિત છે.
  • અમેરિકાના બેવર્લી હિલ્સ ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં RRR કલાકારો જુનિયર NTR અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હાજર રહ્યા હતા.
  • ‘ગોલ્ડન ગ્લોબ’ અવૉર્ડ્સમાં ‘નાટૂ નાટૂ’ (નાચો નાચો..) સોંગ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ કમ્પોઝર એમ એમ કીરવાનીને મળ્યો હતો.
  • ખાસ વાત એ છે કે ફિલ્મ ‘RRR’ બે દાયકાથી વધુ સમયની પહેલી ભારતીય ફિલ્મ છે, જેને આ અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. અગાઉ ‘ફોરેન લેંગ્વેજ’ કેટેગરીમાં ‘સલામ બોમ્બે!’ (1988) અને ‘મોન્સૂન વેડિંગ’ (2001)ને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ બંને ફિલ્મો મીરા નાયર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

ગોલ્ડન ગ્લોબ એવૉર્ડસ

  • ગોલ્ડન ગ્લોબ એવૉર્ડસ એ હોલીવુડ ફોરેન પ્રેસ એસોસિએશન દ્વારા જાન્યુઆરી 1944 માં શરૂ કરવામાં આવ્યા હતા.અમેરિકન અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટેલિવિઝન બંનેમાં શ્રેષ્ઠ ફિલ્મ /શ્રેણી/ગીત વગેરેને એવોર્ડ્સ આપવામાં આવે છે.
  • હોલીવુડ ફોરેન પ્રેસ એસોસિએશન ના 105 સભ્યો છે જે એવોર્ડ્સ માટે મતદાન કરે છે.
  • આ વાર્ષિક સમારંભ સામાન્ય રીતે દર જાન્યુઆરીમાં યોજવામાં આવે છે અને તે ફિલ્મ ઉદ્યોગની પુરસ્કારોની સીઝનનો મુખ્ય ભાગ છે.

Leave a Comment

Share this post