ગૂગલે તેની AI ટેક્નોલોજી બાર્ડ લોન્ચ કરી

ગૂગલે તેની AI ટેક્નોલોજી બાર્ડ લોન્ચ કરી

  • સર્ચ એન્જિન ગૂગલે છેવટે માઈક્રોસોફ્ટ-સમર્થિત ઓપનએઆઈ (OpenAI) અને તેના એઆઈ ચેટબોટ (AI chatbot), ચેટજીપીટી (ChatGPT) મારફતે ઊભા કરાયેલા પડકાર અને સ્પર્ધાનો વળતો જવાબ આપવા માટે પોતાનું ચેટબોટ Bard રજૂ કર્યું છે. ગૂગલે તેના ચેટબોટને ‘બાર્ડ’ (Bard) નામ આપ્યું છે.
  • LaMDA માટેની લેંગ્વેજ મોડલ પર આધારિત, Bard નામની પોતાની નવી AI ચેટબોટનું પબ્લિક ટેસ્ટિંગ શરૂ કર્યું છે.
  • કન્વર્સેશન્લ AI સર્વિસ Bard LaMDA પાવર્ડ છે. એટલે કે, LaMDA પર બેસ્ડ એક AI ચેટબોટ છે.
  • LaMDA (લેન્ગવેજ મોડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન) પર ગૂગલ ઘણાં વર્ષોથી કામ કરી રહ્યું છે. કંપનીએ તેને બે વર્ષ પહેલાં ઇન્ટ્રોડ્યૂસ કર્યું હતું.

“Ernie Bot”:

  • ચીનના બહુરાષ્ટ્રીય ટેક સમૂહ Baidu Inc. એ પણ જાહેરાત કરી હતી કે તે માર્ચમાં “Erni Bot” નામના AI ચેટબોટ પ્રોજેક્ટનું આંતરિક પરીક્ષણ પૂર્ણ કરશે.
  • એર્ની, જેનો અર્થ થાય છે “Enhanced Representation through Knowledge Integration,”એ 2019 માં રજૂ કરાયેલ એક વિશાળ AI-સંચાલિત ભાષા મોડેલ છે.

Leave a Comment

Share this post