ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી

ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી

  • આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.  ભારત સહિત ઘણા દેશોના નાગરિકો સુદાનમાં ફસાયેલા છે, જેમાં ભારતના લગભગ 3000 જેટલા ફસાયેલા ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવા અને તેમને દેશમાં પાછા લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. આ સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ રાજ્યકક્ષાના કેન્દ્રીય વિદેશ મંત્રી વી. મુરલીધરન કરશે.
  • આ બચાવ કામગીરી માટે વાયુસેનાના બે C-130 વિમાન અને નેવીના INS સુમેધા સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા છે. વાયુસેનાના જહાજો સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તૈનાત છે અને INS સુમેધા સુદાનના બંદરે પહોંચી ગયું છે.
  • મોટાભાગના ભારતીયો ચાર શહેરોમાં સ્થાયી થયા છે. જેમાંનું એક ઓમડુરમેન, બીજું કસાલા, ત્રીજું ગેડારેફ અથવા અલ કાદરીફ, જ્યારે ચોથા શહેરનું નામ વાડ મદની છે. આ ચારમાંથી એકપણ શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. સુદાનમાં માત્ર બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એક રાજધાની ખાર્તુમમાં છે અને બીજું પોર્ટ સુદાનમાં છે.

Leave a Comment

TOPICS : ,

Share this post