મહાન ફૂટબોલ ખેલાડી પેલે ( Pelé )નું નિધન

“I was born to play football, just like Beethoven was born to write music and Michelangelo was born to paint,”

ઉપરના શબ્દો ઉચ્ચારનાર અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા જેને “એથ્લીટ ઓફ ધ સેન્ચ્યુરી” જાહેર કરવામાં આવ્યા હતા તથા “The Black Pearl” તરીકે ઓળખાતા બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી ‘પેલે(PELE)’ નું  82 વર્ષની વયે નિધન થયું છે.

  • તેમનું મૂળ નામ એડસન એરાંટેસ ડુ નાસિમેન્ટો(Edson Arantes do Nascimento) હતું, પરંતુ તેઓ પેલે(Pelé) તરીકે ઓળખાય છે.
  • તેમને વિશ્વના મહાન ખેલાડીઓમાના એક ગણવામાં આવે છે. બ્રાઝિલને 1958, 1962 અને 1970 એમ ત્રણ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જિતાડવામાં તેમનો અગત્યનો ફાળો રહયો છે.
  • તે હજુ પણ બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમ માટે 92 મેચમાં 77 ગોલ સાથે ટોપ સ્કોરર છે.

કારકિર્દી:

  • 21 વર્ષની શાનદાર કારકિર્દીમાં તેમણે 1,283 ગોલ કર્યા.
  • FIFA દ્વારા તેમને “Football player of the Century” જાહેર કરવામાં આવ્યા હતા. બ્રાઝિલ સરકાર દ્વારા તેમને “ રાષ્ટ્રીય ખજાના”´તરીકે સન્માન અપાયું હતું.
  • TIME મેગેજીન દ્વારા તેમનો 20મી સદીના 100 સૌથી મહત્વના વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

5 thoughts on “મહાન ફૂટબોલ ખેલાડી પેલે ( Pelé )નું નિધન”

  1. દિલ થી આભાર સમગ્ર ટીમનો…websankul એ વિદ્યાર્થીઓ ને ખુબજ આપ્યું છે….

    Reply

Leave a Comment

Share this post