ગુજરાતનાં ગાંધીધામ ખાતે ઇફ્કો નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ

ગુજરાતનાં ગાંધીધામ ખાતે ઇફ્કો નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ

 • કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક કંડલા બંદર નજીક ઇફ્કો નેનો DAP(લિક્વિડ) (ડાયમોનિયમ ફોસ્ફેટ)  પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો.
 • ગાંધીધામ ખાતેના આગામી પ્લાન્ટથી 30 લાખ ટન DAPનું ઉત્પાદન કરતા ઇફ્કોના હાલના પ્લાન્ટ કરતા વધુ ઉત્પાદન થશે. ભારતીય ખેડૂત ખાતર સહકારી (IFFCO) દ્વારા 350 કરોડના ખર્ચે પ્રવાહી નેનો DAP ખાતર ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. આ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ પ્લાન્ટ હશે.
 • IFFCO દ્વારા ઉત્પાદિત લિક્વિડ નેનો DAP ભારતની DAPની આયાતમાં પરંપરાગત દાણાદાર DAPની છ કરોડ બેગ (50 કિલોગ્રામ પ્રત્યેક)નો ઘટાડો કરશે. નેનો DAP (પ્રવાહી)ના છંટકાવથી જમીન પ્રદૂષિત નહીં થાય, જે કુદરતી ખેતીને વધુ સરળ બનાવશે, કૃષિ ઉત્પાદનની સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે અને જમીન સંરક્ષણને પ્રોત્સાહન આપશે.
 • ઇફ્કો DAP (પ્રવાહી) જમીનની અંદર જતું નથી, પરંતુ પાકની ટોચ પર રહે છે, જેનાં કારણે DAPનો લાભ પાકને મળે છે એટલું જ નહીં, જમીન પણ સચવાય છે.
 • DAP (લિક્વિડ) પાણીને પ્રદૂષિત નહીં કરે, ઉત્પાદન વધારશે, ભાવને પરવડે તેવા રાખશે, સરકારી સબસિડીનું ભારણ ઘટાડશે અને યુરિયા અને ડીએપીનાં ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડશે.
 • ગાંધીધામમાં 70 એકર જમીન પર આશરે 350 કરોડના ખર્ચે સ્થપાનારા પ્લાન્ટ માટે ઇફ્કોએ બૅન્ક પાસેથી એક પણ રૂપિયો ઉધાર લીધો નથી, ઇફ્કોમાં તેની પાસે 100 ટકા ઇક્વિટી છે.
 • આ પ્લાન્ટમાંથી દેશ અને દુનિયામાં 500 મિલીલીટરની 2 લાખ નેનો યુરિયાની બૉટલ મોકલવામાં આવશે, જેનાથી યુરિયાની 60 મિલિયન બેગની આયાતમાં ઘટાડો થશે અને ભારત ખાતરનાં ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જશે.
 • તે તમામ પાકો માટે ઉપલબ્ધ નાઈટ્રોજન (N) અને ફોસ્ફરસ (P2O5)નો કાર્યક્ષમ સ્ત્રોત છે.
 • નેનો DAP એ ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ કૃષિ વિકલ્પ છે.
 • નેનો DAP ફોસ્ફરસ તેના ઇચ્છિત કણોનું કદ (<100 નેનોમીટર)
 • નેનો DAP (પ્રવાહી) સ્વદેશી અને બિન-સબસિડીયુક્ત ખાતર છે.
 • ઈફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી

Leave a Comment

Share this post