દેશની પ્રથમ દરિયાઈ પોસ્ટલ સેવાની શરૂઆત

દેશની પ્રથમ દરિયાઈ પોસ્ટલ સેવાની શરૂઆત

  • રો-રો ફેરી સર્વિસ દ્વારા હજીરા (સુરત) અને ઘોઘા (ભાવનગર) વચ્ચે 60 કિમી દરિયાઈ મેલ પરિવહન 12 ડિસેમ્બર,2022થી ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રારંભિક પ્રયાસ બાદ આ સેવા તરંગ પોસ્ટના નામે ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે શરૂ કરવામાં આવી છે.
  • તરંગ પોસ્ટ સર્વિસ હેઠળ હજીરા (સુરત) થી ઘોઘા (ભાવનગર) વચ્ચે કાર્યરત રો રો ફેરી સર્વિસ દ્વારા ગુજરાતના સુરત થી ભાવનગર સુધી મેઈલનું પરિવહન કરવામાં આવે છે જેના પરિણામે અગાઉ ટપાલ પહોંચવામાં 32 કલાકનો સમય લાગતો હતો હવે પોસ્ટ માત્ર સાત કલાકમાં સુરત થી ભાવનગર પહોંચશે.
  • સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે તરંગ પોસ્ટ ડાક વહન સેવાનો કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રારંભ કરાવ્યો છે.
  • આ સેવા અંતર્ગત, સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ તેમજ પાર્સલો, પોસ્ટ વિભાગના મેલ મોટર સર્વિસ વાહન દ્વારા લઈ જવામાં આવશે.
  • ત્યારબાદ આ ટપાલ અને પાર્સલ રોરો ફેરીમાં મૂકી તેને ઘોઘામાં લઈ જવામાં આવશે ત્યારબાદ અન્ય વાહન ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં આ ટપાલ તેમજ પાર્સલ પહોંચાડશે.
  • આ સેવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મુંબઈ પ્રદેશો વચ્ચેના ઔદ્યોગિક સામાનોની ઝડપી અવરજવર શક્ય બનશે.

 

2 thoughts on “દેશની પ્રથમ દરિયાઈ પોસ્ટલ સેવાની શરૂઆત”

Leave a Comment

Share this post