ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 રિપોર્ટમાં ગુજરાત નંબર વન

ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 રિપોર્ટમાં ગુજરાત નંબર વન

  • કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્દષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022મા 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે.
  • વર્ષ 2022મા 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
  • પ્રવાસન વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતાં પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્ત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.
  • ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ ગુજરાતમાં આવતાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રીઅલ-ટાઇમ ડેશબોર્ડ છે.  સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોનિટર કરવા આ એક મહત્ત્વનું પ્લેટફોર્મ છે.
  • આ ડેશબોર્ડમાં મુખ્ય ૩ ઘટકો જેમ કે જિલ્લા કક્ષાનો ફૂટફોલ, ડેસ્ટિનેશન લેવલ ફૂટફોલ અને MIS રિપોર્ટ શેરિંગ છે. ડેશબોર્ડની અન્ય વિશેષતાઓમાં પ્રવાસીઓની વિગતવાર પ્રોફાઇલ જેવી કે ઉંમર, મૂળ સ્થાન, પ્રકાર, પ્રવાસનો હેતુ વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post