ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023

ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023

 • વિધાનસભામાં રજૂ કરાયેલ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-2023 સર્વસંમતિથી પસાર થયુ હતું.

બિલની જોગવાઇઓ :

 • નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને 10 વર્ષ સુધીની સજા અને રૂ.1 કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
 • પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો ગેરરીતિ કરે છે તો તેને 5થી10 વર્ષની સજા અને દસ લાખથી એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
 • આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
 • કોઈ પરીક્ષાર્થી ગેરરીતી કરતા પકડાય અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.
 • સરકાર આરોપીઓની જંગમ અને સ્થાવર મિલકતની જપ્તી કરી શકશે.
 • તમામ ગુનાઓ બિન જામીન પાત્ર ગણાવામાં આવશે.
 • જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી ભરતી એજન્સીઓ, જાહેર ક્ષેત્રના એકમોને આ કાયદામાં આવરી લેવામાં આવ્યા છે.
 • ગેરરીતીની તપાસ PI અથવા તેનાથી ઉંચો હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા જ કરવામાં આવશે.
 • પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
 • પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
 • પહેલા આ બીલ હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો  આ સાથે જ રાજ્ય સરકાર પાસેથી નાણાકીય ભંડોળ મેળવતી એટલે કે સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
 • પરંતુ આ બીલ વિધાનસભામાં પસાર થાય એ પહેલા જ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ બીલ હેઠળની જોગવાઈઓમાંથી શૈક્ષણિક બોર્ડ અને સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીને બાકાત કરવામાં આવી છે.

Leave a Comment

Share this post