ગુજરાતની ઝાંખી : ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત”

ગુજરાતની ઝાંખી : ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત”

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી ‘પરાક્રમ દિવસ”ના શુભદિવસથી નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ખાતેથી 74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ શરુ થઇ ચુક્યો છે.
  • ભારતની એકતા અને અખંડિતતાના પર્વ સમાન પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તા.26 જાન્યુઆરી, 2023ના રોજ નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર યોજાનાર રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય પર આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થશે.
  • દર વર્ષે દિલ્હીના રાજપથ અને હાલના કર્તવ્ય પથ પર પ્રજાસતાક દિનની પરેડમાં દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળે છે.
  • આ વખતે પરેડમાં દેશની વિવિધતામાં એકતાને દર્શાવતી અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહીત કુલ 23 ઝાંખીઓનું પણ પ્રદર્શન થશે .
  • ગુજરાતની ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે.
  • બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે.
  • વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ .
  • જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે; તે મોઢેરા ગામ BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે.
  • તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે (Antonio Guterres) સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.

Leave a Comment

Share this post