ગુજરાતી નવલકથાલાર વિઠ્ઠલ પંડ્યાની જન્મ જયંતિ

 • વિઠ્ઠલ પંડયા લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર છે.
 • તેમનો જન્મ કાબોદરા ખાતે થયો.
 • ‘સાત જનમનાં દરવાજા’ એમનું પુસ્તક ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલ છે.
 • ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં.
 • દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક. રાજકપૂર અભિનીત ફિલ્મ “રિપોર્ટર’માં સહાયક દિગ્દર્શક.
 • પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શોઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.

જન્મ

 • 21 – જાન્યુઆરી, 1923; કાબોદરા જિ. સાબરકાંઠા

અવસાન

 • ૩, જુલાઈ- ૨૦૦૮

કુટુંબ

 • માતા – મેનાંબા ; પિતા – કિરપારામ
 • પત્ની – જસુમતી બહેન ;  પુત્રો – અશોક, રાજેશ, સંજય

વ્યવસાય

 • લેખન
 • ફિલ્મ ક્ષેત્રે દિગ્દર્શન

જીવનઝરમર

 • ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં.
 • દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક.
 • રાજકપૂર અભિનીત ફિલ્મ “રિપોર્ટર”માં સહાયક દિગ્દર્શક.
 • પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.
 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – મીઠાં જળનાં મીન.

રચનાઓ

 • આત્મકથા –  ભીંત ફાડીને ઉગ્યો પીપળો
 • નવલકથા – મીઠાં જળનાં મીન, મન મોતી ને કાચ, પાનખરનાં ફૂલ, કંચનવર્ણી, ચિરપરિચિત, દરદ ન જાને કોય – ભાગ 1, 2, નિષ્કલંક, મન મેલાં તન ઊજળાં, આંખ ઝરે તો સાવન, સાત જનમના દરવાજા, આ ભવની ઓળખ, ભીંતો વિનાનું ઘર, માણસ હોવાની મને બીક, આખું આકાશ મારી આંખોમાં, લોહીનો બદલાતો રંગ, સમણાં તો પંખીની જાત, યાદોનાં ભીનાં રણ, નૈન વરસ્યાં યાદભર, અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર
 • વાર્તાસંગ્રહો – રસિક પ્રિયા, જખમ, આસક્તિ, નહિ સાંધો નહિ રેણ, શ્રેષ્ઠ વાર્તાઓ
 • પરિચયપુસ્તિકા – ગુજરાતી ફિલ્મના પાંચ દાયકા
 • હિન્દી – અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર તથા મન મોતી ને કાચ

Leave a Comment

Share this post