અંગદાન ક્ષેત્રે ગુજરાતની અપ્રતિમ સિદ્ધિ

અંગદાન ક્ષેત્રે ગુજરાતની અપ્રતિમ સિદ્ધિ

  • ગુજરાત રાજ્ય સરકારની SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને અંગદાન ક્ષેત્રે નવીનીકરણ પહેલ માટે પ્રધાનમંત્રી એવોર્ડ મળશે. 21મી એપ્રિલ ‘સિવિલ સર્વિસીઝ ડે’ના ઉપલક્ષ્યમાં નવી દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે SOTTOને ‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા વર્ષ 2019થી રાજ્યમાં અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.
  • વર્ષ 2019માં SOTTO દ્વારા G-DOT (Gujarat Deceased Doner Organ and Tissue Tranplantation) અંતર્ગત ગાઇડલાઇન બનાવીને ઓર્ગન ડોનેશન અને તેના ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવીને નિયંત્રિત કરવામાં આવી હતી.

Leave a Comment

TOPICS : , ,

Share this post