હંસા જીવરાજ મહેતા (3 જુલાઈ 1897 – 4 એપ્રિલ 1995)

હંસા જીવરાજ મહેતા (3 જુલાઈ 1897 – 4 એપ્રિલ 1995)

 • જન્મ : 3 જુલાઈ 1897, સૂરત
 • અવસાન : 4 એપ્રિલ 1995,મુંબઈ
 • પિતા : મનુભાઈ મહેતા (વડોદરાના દીવાનપદને શોભાવનાર)
 • માતા : હર્ષદકુમારી
 • ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા.
 • ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી હતા.વડોદરા રાજ્યના મેડિકલ ઓફિસર ડો. જીવરાજ મહેતા સાથે ઈ.સ.1924માં લગ્ન થયા  હતા.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર

 • 1949થી 1958 સુધી બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હંસા મહેતા સ્વાતંત્ર્ય સેનાની, કેળવણીકાર, લેખક, સામાજિક કાર્યકર અને સમાજ સુધારક હતા. (કોઈ મહિલા ઉપકુલપતિ બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી)
 • વડોદરા તેમજ દિલ્હીમાં ગૃહવિજ્ઞાનના અભ્યાસક્રમની શરૂઆત તેમણે કરાવી હતી.
 • 1947ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરની ઘટના વખતે, સરોજિની નાયડુની અનુપસ્થિતિને લીધે, ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે, તેમના હાથે નહેરુને અપાયેલો.
 • ઈ.સ. 1947માં તેમની ‘યુનો’ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂક થઇ.એમણે ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી.
 • હંસા મહેતા બંધારણસભાના 15 મહિલા સભ્યોમાંથી એક હતા.
 • તેમણે ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે.
 • મહિલા શિક્ષણમાં સુધારો કરવા માટેના પગલાંની ભલામણ કરવા માટે વર્ષ 1962માં મહિલા શિક્ષણ પર રાષ્ટ્રીય પરિષદે હંસા મહેતા સમિતિની રચના કરી હતી.

Leave a Comment

Share this post