હરિવંશરાય બચ્ચન

 • હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન (૨૭ નવેમ્બર ૧૯૦૭ – ૧૮ જાન્યુઆરી ૨૦૦૩) હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે.
 • એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે.
 • તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
 • તેમનો જન્મ 27 નવેમ્બર 1907 , ઉત્તર પ્રદેશ (UttarPradesh)ના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામમાં થયો હતો.
 • હરિવંશ રાય બચ્ચનના પ્રથમ લગ્ન (Marriage) 1926માં 19 વર્ષની ઉંમરે શ્યામા (Shyama) સાથે થયા હતા, જેઓ ટીબીની બીમારીથી મૃત્યુ (Death) પામ્યા હતા.
 • શ્યામાના મૃત્યુના 5 વર્ષ પછી, બીજા લગ્ન તેજી બચ્ચન (Teji Bachchan) સાથે થયા, જેઓ થિયેટર અને સિંગિંગ સાથે જોડાયેલા હતા
 • હરિવંશ રાય બચ્ચને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે કામ કર્યું હતું.
 • તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિમાયા હતા.
 • કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને ‘હિંદની નીડર જબાન’ ની ઉપમા આપી છે.
 • હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક એકમાત્ર ‘બચ્ચન’ જ રહ્યા છે.
 • બચ્ચને ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે

Leave a Comment

Share this post