હરમનપ્રીત વિઝડન ટોપ-5 ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સામેલ

હરમનપ્રીત વિઝડન ટોપ-5 ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સામેલ

  • ક્રિકેટ સંદર્ભ પુસ્તક વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક 2023ની 160મી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. યુનાઇટેડ કિંગડમ (યુકે) માં વાર્ષિક ધોરણે પાંચ વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવે છે. પ્રથમ વખત આ યાદીમાં કોઈ ભારતીય મહિલાની પસંદગી કરવામાં આવી છે, જેમાં ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌર આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
  • હરમનપ્રીતે ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની વન-ડેમાં 111 બોલમાં અણનમ 143 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ 1999 બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતી હતી. હરમનપ્રીતની કેપ્ટનશિપમાં ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ સાથે જ ટીમ એશિયા કપની વિજેતા પણ બની હતી.
  • હરમનપ્રીત કૌર ઉપરાંત ટોમ બ્લંડેલ (ન્યૂઝીલેન્ડ), બેન ફોક્સ (ઇંગ્લેન્ડ), ડેરીલ મિચેલ (ન્યૂઝીલેન્ડ) અને મેથ્યુ પોટ્સ (ઇંગ્લેન્ડ)નો વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવની T20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત પુરૂષ ખેલાડીઓમાં ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને વર્ષ 2022-23 માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તો, મહિલા ક્રિકેટરોમાં બેથ મૂનીને આ એવોર્ડ મળ્યો છે.

વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યર

  • વિઝડન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ 1889થી અપાતો ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. કોઈ વ્યક્તિ એકથી વધુ વખત આ એવોર્ડ જીતી શકે નહીં. વિજેતાઓની પસંદગી વિઝડનના એડિટર દ્વારા કરવામાં આવે છે.

Leave a Comment

Share this post